GSTV
Home » News » કાશ્મીરમાં શાંતિ ડહોળવા માટે પાકિસ્તાન છેલ્લી પાટલીયે, આતંકીઓને આપ્યો આ આદેશ

કાશ્મીરમાં શાંતિ ડહોળવા માટે પાકિસ્તાન છેલ્લી પાટલીયે, આતંકીઓને આપ્યો આ આદેશ

કલમ 370 રદ્દ થયા બાદ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો અને તેના આકાઓ કાશ્મીરની શાંતિને ડહોળવાના શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યાં છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં લોકો સતત ભારત વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે અને જેહાદ માટે ઉશ્કેરી રહ્યાં છે. બીજી તરફ હાફીઝ સઇદ પણ ભારતમાં નવેસરથી આંતકી પ્રવૃતિઓને અંજામ આપવા અન્ય આતંકી સંગઠનો સાથે હાથ મિલાવી રહ્યોં છે.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 રદ્દ થયા બાદ હવે પાકિસ્તાને આતંકના આકાઓને ભારતમાં આતંક મચાવવા ખુલ્લી છૂટ આપી દીધી છે. પાકિસ્તાન હવે કલમ 370થી મુક્ત થયેલા કાશ્મીરની શાંતિને ડહોળવાની ફિરાકમાં છે. કલમ 370 દૂર થયા બાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં અનેક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેઓએ ઉગ્ર સુત્રોચ્ચાર સાથે પ્રદર્શન યોજી ભારતના નિર્ણયનો વિરોધ કર્યો.

હિઝબુલ મુજાહિદ્દીનના સૈફુલ્લા ખાલીદ અને નાયબ અમીર સાથે મુજાહિદ્દીનના પૂર્વ આતંકવાદીઓએ પ્રેસ ક્લબની બહાર ભારત વિરોધ પ્રદર્શન કર્યું. સૈફુલ્લાએ ભારત વિરૂદ્ધ ફરી ઝર ઓકતું ભાષણ આપતા કહ્યું કે અમે સૌ જેહાદ માટે તૈયાર છીએ. ભારત વિરૂદ્ધ જેહાદ શરૂ કરવાના ઉદ્દેશ્યથી આંતકી સંગઠનોને ફરી એક કરવાના પ્રયાસો તેજ થઇ રહ્યાં છે. પાકિસ્તાનના અધિકારીઓ હિઝબુલ મુજાહિદ્દીન અને યુનાઇટેડ જેહાદ કાઉન્સિલને ભારત વિરૂદ્ધ જેહાદ કરવા ખુલ્લી છૂટ આપી રહ્યાં છે.

બીજી તરફ મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ હવે નવેસરથી આંતકી ગતિવિધિઓને અંજામ આપવાની ફિરાકમાં છે. હાફિઝ સઇદના આતંકી સંગઠન જમાત-ઉદ-દાવા પર પ્રતિબંધ મુકાયા બાદ હવે તે અન્ય સંગઠનો સાથે હાથ મિલાવી રહ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાફિઝ સઇદ અન્ય આતંકી સંગઠનોને મની લોન્ડ્રિંગ મારફતે પૈસા પહોંચાડી રહ્યોં છે.

READ ALSO

Related posts

નવા ટ્રાફિક નિયમોને લઇને સૌરાષ્ટ્રમાં વિરોધનો વંટોળ, રાજકોટમાં વેપારીઓએ બંધ પાળ્યો

Riyaz Parmar

NRIમાં મોદીની લોકપ્રિયતા અને વિદેશમાં વડાપ્રધાનનાં સફળ કાર્યક્રમો પાછળ આ ભેજુ કરે છે કામ

Riyaz Parmar

સાઉદીનાં ડ્રોન એટેકથી ભારત ચિંતાગ્રસ્ત, પેટ્રોલ- ડીઝલનાં ભાવ વધારાનો ડર

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!