GSTV
Home » News » રાત્રે 10 વાગ્યા બાદ ગરબા ક્લાસીસ ચલાવવા પર પ્રતિબંધ, સંચાલકોને અપાયા આ આદેશ

રાત્રે 10 વાગ્યા બાદ ગરબા ક્લાસીસ ચલાવવા પર પ્રતિબંધ, સંચાલકોને અપાયા આ આદેશ

સુરત શહેરમાં રાત્રે દસ વાગ્યા બાદ પણ ચાલતા ગરબા ક્લાસીસ ઉપર પોલીસે પ્રતિબંધ મૂક્યો છે. પોલીસે આ ઉપરાંત ગરબા ક્લાસીસમાં શીખવા આવતા યુવક-યુવતીઓનું રજીસ્ટ્રેશન કરી તેમના ઓળખપત્ર પણ લેવાની ગરબા ક્લાસીસ સંચાલકોને તાકીદ કરી છે.

નવરાત્રિમાં ગરબા અને દોઢીયા વિગેરે કેવી રીતે રમવા તે શીખવવા માટે સુરતના વિવિધ વિસ્તારોમાં ગરબા ક્લાસીસ હાલ ચાલી રહ્યા છે. જોકે, તમામ ક્લાસીસ મોડી રાત્રી સુધી ધમધમતા હોવાથી કોઈ ગંભીર ગુના ન બને તે માટે સુરત પોલીસે ગત રોજ એક જાહેરનામું બહાર પાડી ગરબા ક્લાસીસ ચાલુ રાખવા અંગે કેટલાક નિયંત્રણો મૂક્યા છે. તે મુજબ ગરબા ક્લાસીસ વહેલી સવારે સાત વાગ્યા પહેલા અને રાત્રે દસ વાગ્યા બાદ ચાલુ રાખી શકાશે નહીં.

આ ઉપરાંત ગરબા ક્લાસીસના સંચાલકોએ ક્લાસની અંદરના તથા બહારના ભાગના રોડનું સંપૂર્ણ કવરેજ થાય તે રીતે સીસીટીવી કેમેરા ગોઠવવાના રહેશે. સારી ગુણવત્તાવાળા અને વધુ રેન્જના સીસીટીવી કેમેરાનું રેકોડગ સંચાલકોએ ૩૦ દિવસ સુધી રાખવાનું રહેશે.

પોલીસે તાકીદ કરી છે કે ક્લાસમાં પ્રવેશતા અને બહાર નીકળતા તમામ લોકો અને અન્ય માણસોની અવરજવર જોઈ શકાય તેમજ ચહેરા સ્પષ્ટ રીતે જોઈ શકાય તે રીતે કેમેરા ગોઠવવાના રહેશે. ગરબા ક્લાસીસમાં જે યુવક-યુવતી શીખવા માટે આવે છે તેનું રજિસ્ટ્રેશન ફોર્મ ફરજીયાત રાખવું પડશે અને તેની સાથે તેમનું ઓળખપત્ર પણ સંચાલકોએ લેવાનું રહેશે. સંચાલકોએ ક્લાસીસમાં આવતા લોકોના વાહન પાકગની પૂરતી વ્યવસ્થા કરવાની રહેશે અને તે જગ્યાનું પણ સંપૂર્ણ રીતે કવરેજ થાય તે રીતે કેમેરા ગોઠવવાની રહેશે.

Read Also

Related posts

દાદાની ઉંમરના નફ્ફટથી ઘરમાં ન રહેવાયું એવું કૃત્ય કરી દીધું કે લોકોએ બરોબરનો પાઠ ભણાવ્યો

Nilesh Jethva

ગુજરાત ભાજપના ધારાસભ્યએ જ શિક્ષણની પોલ ખોલી નાખી ‘લોકોને હવે સરકારી શિક્ષણ પર વિશ્વાસ નથી રહ્યો’

Mayur

ગૃહપ્રધાન અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ થયો, હવે આ તારીખે આવશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!