GSTV
Home » News » ભારત અને રશિયા વચ્ચે થનારા હથિયાર સોદાને લઈ અમેરિકાના પેટમાં રેડાયું તેલ, આપી આ ખુલ્લી ધમકી

ભારત અને રશિયા વચ્ચે થનારા હથિયાર સોદાને લઈ અમેરિકાના પેટમાં રેડાયું તેલ, આપી આ ખુલ્લી ધમકી

રશિયા સાથેની એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ખરીદી મામલે અમેરિકાએ ફરી એકવાર ભારતને ઝટકો આપ્યો છે..

સરકારના એક સિનિયર અધિકારીએ કહ્યું કે ભારત તરફથી રશિયાની એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ખરીદી ન માત્ર ભારતને પ્રતિબંધની અણીએ લાવીને રાખી દેશે.

પરંતુ ભારત અને અમેરિકાના સૈન્ય સંબંધોને પણ સિમિત કરી દેશે.. ભારત-અમેરિકાના સૈન્ય સંબંધો બંને દેશો વચ્ચે વધી રહેલા સંબંધમાં એક મહત્વની કડી છે..

અમેરિકન કોંગ્રેસમાં હેડ ઓફ સ્ટેટ ડિપાર્ટમેન્ટસાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયા બ્યૂરો વેલ્સે આ વાત કહી છે.. તેમણે કહ્યું કે એક નિશ્ચિત મર્યાદામાં ભાગીદારીને લઇને એક સામરિક પંસદ હોવી જોઇએ. અને સામરિક પસંદમાં તે વાત નક્કી હોવી જોઇએ કે તે દેશ કયા હથિયાર તથા કોની પાસેથી ખરીદી કરી રહ્યો છે..

અમેરિકાએ સૌથી પહેલા પારસ્પરિક ચર્ચાનો ઉપયોગ એસ-400 ડીલને લઇને તુર્કીનો વિરૂદ્ધ કર્યો હતો.. જે તેનું નાટો સહયોગી છે.

READ ALSO

Related posts

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાએ ડોક્ટરને લાફો મારતા તબીબો હડતાલ પર ઉતર્યા

Path Shah

#SareeTwitter: મેનકા માટે નેહરુએ જેલમાં ગૂંથી હતી સાડી! PHOTO થયો વાયરલ

Path Shah

કર્ણાટકનો કિલ્લો જીતવા ભાજપ તત્પર, યેદિયુરપ્પા ગુરૂવારે CM પદનાં શપથ ગ્રહણ કરે તેવી શક્યતા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!