વિશ્વની એકમાત્ર એવી યુનિવર્સિટી કે જ્યાં વિદ્યાર્થી બેધડક ગાંજાની ચૂસ્કી લગાવી શકે

કેનેડાની બ્રિટીશ કોલમ્બિયા યુનિવર્સિટીનાં કેમ્પસમાં ગાંજો પીવાની છુંટ આપવામાં આવી છે. આવી આ વિશ્વની પ્રથમ યુનિવર્સિટી છે કે જ્યાં આવી છુટ આપવામા આવી છે. કેનેડામાં છેલ્લા મહિનામાં ગાંજા રાખવા અને વેચવા માટે કાનૂનની માન્યતા મળી ગઈ છે. ત્યારબાદ યુનિવર્સિટી સમિતિએ સંકુલમાં ધુમ્રપાન અને ધુમ્રપાન ઉત્પાદન સંવર્ધન નામે એક નીતિ ચાલૂ કરી છે. આ મુદ્દાને કોમ્યુનિટી સલાહ માટે રાખવામાં આવ્યો છે અને ફેબ્રુઆરીમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. તેમજ સંકુલમાં ગાંજા માટે ખાસ જગ્યા પણ બનાવાય છે.

યુનિવર્સિટીના કાઉન્સિલે કહ્યું કે ‘અમે માનીએ છીએ કે જ્યારે તમે કોઈ પણ પ્રકારની આવી પ્રવૃતિને ગેરકાયદેસર બનાવો છો તો લોકો કોઈને કોઈ રીતે કરી જ લેતા હોય છે અને એમાં વ્યવહાર અંદરો અંદર ઘણો વધી જાય છે. પરંતુ આનો અર્થ એ નથી કે દરેક વસ્તુ કે કોઈ પણ ચીજ તમે મર્યાદા બહાર રાખો. તેથી નીતિ એ વાતનું ધ્યાન પણ રાખશે કે કેમ્પસમાં નિયમો જળવાય રહે. ‘

યોજના મુજબ નિર્ધારિત સ્થળો સિવાય કેમ્પસમાં ગમે ત્યાં ગાંજો પીવો કાયદેસર નહીં ગણાય. સંકુલમાં તેની ખેતી અને તેનાંં વેચાણ પર પણ પ્રતિબંધ હશે. યુનિવર્સિટીના કર્મચારીઓને કામગીરી દરમિયાન અથવા પહેલા આલ્કોહોલ અને ગાંજા સહિત નુકસાનકારક પદાર્થોથી દૂર રહેવું પડશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter