GSTV
Home » News » હોંગકોંગમાં ચાલી રહેલી રાજકીય લડત વૈશ્વિક અર્થતંત્રની મંદીનું કેન્દ્રબિન્દુ બની રહેવાનો ભય

હોંગકોંગમાં ચાલી રહેલી રાજકીય લડત વૈશ્વિક અર્થતંત્રની મંદીનું કેન્દ્રબિન્દુ બની રહેવાનો ભય

હોંગકોંગમાં હાલમાં ચાલી રહેલી રાજકીય લડત વૈશ્વિક અર્થતંત્રમાં મંદીનું  કેન્દ્રબિન્દુ બની શકે છે, એમ હાર્વર્ડ યુનિવર્સિટીના એક અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું.  વૈશ્વિક અર્થતંત્રને હચમચાવી નાખનારા અમેરિકા-ચીન વેપાર યુદ્ધ સહિતના વિવિધ આંચકાઓની નોંધ કરતા અર્થશાસ્ત્રી  કારમેન રીનહાર્ટે જણાવ્યું હતું કે હોંગકોંગ તેમની મુખ્ય ચિંતાઓમાંની એક છે. 

હોંંગકોંગમાં વર્તમાન અશાંતિ પોતાની માટે  એક મોટી ચિંતા છે, જે ચીન અને એશિયાના વિકાસ પર અસર કરી શકે છે, એમ એક ટીવી મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું. 

આ કોઈ મર્યાદિત પ્રાદેશિક અસરો નથી. આના વૈશ્વિક પરિણામો જોવા મળશે. અને પ્રારંભિક સ્તર વિશ્વભરમાં ગંભીર મંદી લાવી શકે છે. ત્રણ મહિના પહેલાથી શરૃ થયેલા સરકારી વિરોધી દેખાવો હોંગકોંગના અર્થતંત્ર પર દબાણ લાવી રહ્યું છે, જે અગાઉથી જ ચીનની મંદી તથા ટ્રેડ વોરને કારણે સંકોચાયેલું છે. 

દરમિયાન હોંગકોંગમાં તાજેતરમાં શરૃ થયેલા જન- આંદોલનના પગલે  ત્યાં ત્યાં વેપાર- ઉદ્યોગને પણ ફટકો પડયો છે. હોંગકોંગ એ વિશ્વનું ડાયમન્ડ હબ છે, ત્યારે દેશવિદેશના ડાયમન્ડ તથા  જવેલરીના પ્રદર્શન કાર્યક્રમો ખોરવાઈ જવાનો  ભય ઊભો  થયો છે. હોંગકોંગ સાથે ભારત  ડાયમન્ડનો મોટો વેપાર રહ્યો છે. 

દેશના ઘણા વેપારીઓ, ઉદ્યોજકો, નિકાસકારો હોંગકોંગમાં યોજાતા પ્રદર્શનમાં ભાગ લેતા હોય છે, ત્યારે આંદોલનને કારણે  તેમનો વેપાર હાલમાં ખોરવાઈ ગયો છે. હોંગકોંગમાં ખરેખર સમશ્યાઓ જોવા મળી રહી છે, અન્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ ફેલાતા વાર નહીં લાગે એમ બોસ્ટનની ફેડરલ રિઝર્વ બેન્કના પ્રમુખ એરિક રોસનગ્રેને એક દિવસ પહેલા જણાવ્યું હતું.

READ ALSO


Related posts

કઢંગી હાલતમાં પ્રેમી પંખીડા એકબીજામાં હતાં ઓતપ્રોત અને પાછળથી લોકો આવી જતા જે થયું…

Bansari

ઘોર કળિયુગ : કોઈ મોટર સાઈકલમાંથી હેલમેટ ચોરી ગયું

Mayur

વર્ષો સુધી ફિલ્મોથી દુર હતી આ એક્ટ્રેસ, લગ્ઝરી કાર છોડી ઓટોમાં સફર કરતા દેખાઈ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!