GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

વ્યારામાં દીપડાના પાંજરામાં એવું પુરાયું કે જોઈને તમામ ચોંકી ગયા, જો દીપડો આવી ગયો હોત તો…

વ્યારાના ભાનાવાડી ગામની વૃધ્ધા ઘરનો દરવાજો સમજી લોટરવા ગામે દિપડાને પકડવા મુકેલા પાંજરામાં ઘુસી જતા ફસાઈ ગઈ હતી. આખી રાત ઠંડીમાં વિતાવી પડી હતી. જો કે વૃધ્ધા મળી જતા પરિવારમાં આનંદ છવાયો હતો. વ્યારા તાલુકાના ભાનાવાડી ગામે કંસારીયા ફળિયામાં પરિવાર સાથે રહેતા મળીબેન ખુશાલભાઈ ચૌધરીને પગમાં સાંધાનો દુઃખાવો થયો હતો. રવિવારે તેમના જમાઈ દેવસીંગભાઈ છનાભાઈ ચૌધરી બાઈક પર બેસાડી કમળીબેનને વ્યારા દવાખાને લાવ્યો હતો. કમળીબેનને બાઈક પાસે ઉભા રહેવાનું કહી દેવસીંગભાઈ કેસ કઢાવા ગયા હતા. જે દરમ્યાન કમળીબેન ચૌધરી ક્યાંક નીકળી ગયા હતા.

કુટુંબીઓને ત્યાં શોધખોળ કરાઈ હતી. દરમિયાન નજીકના લોટરવા ગામે થોડા સમય પહેલા દિપડા પાંજરે પુરાઈ હોવાથી ફરી દાદરી ફળિયામાં મારણ સાથે એક પાંજરૂં મુકેલું હતું. બુધવારે રાત્રી દરમ્યાન ચાર દિવસથી ગુમ કમળીબેન ક્યાંકથી આવી અંધારામાં અનાયશે દિપડા માટે મુકેલા પાંજરામાં ઘુસી ગયા હતા. પાંજરૂં બંધ થઈ જતા આખી રાત વૃધ્ધાએ કડકડતી ઠંડીમાં પાંજરામાં બેસી રહેવું પડયું હતું. સવારે આસ-પાસથી લોકોએ આવી તેમને પાંજરામાંથી બહાર કાઠયા હતા. વિકટ પરિસ્થિતિમાં ગુમ થયા બાદ ફરીથી મળતાં પરિવારમાં હર્ષની લાગણી જોવા મળી હતી.

Read Also

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!