GSTV
Home » News » ઓનસ્ક્રીન હતા એ ભાઈ-બહેન પણ ઓફસ્ક્રીન થઈ ગયા પતિ-પત્ની

ઓનસ્ક્રીન હતા એ ભાઈ-બહેન પણ ઓફસ્ક્રીન થઈ ગયા પતિ-પત્ની

ટીવી પર કિરદાર નિભાવતા-નિભાવતા પ્રેમ થાય છે અને પછી છોકરો-છોકરી લગ્ન કરે છે, આવાં કિસ્સા તમે બહુ સાંભળ્યા હશે. શું તમે તે કપલ્સ વિશે જાણો છો કે જેણે ટીવી પર તો ભાઈ-બહેનનું પાત્ર ભજવ્યું હોય, પરંતુ જીવનમાં જેને પ્રેમ થયો હોય? જાણતા ન હોય તો અહીં જાણો.

કાંચી સિંહ અને રોહન મેહરા

આ બંનેની મુલાકાત જાણીતી સિરિયલ ‘એ રિશ્તા ક્યા કહેલાતા હૈ’નાં સેટ પર થઈ હતી. આ સીરિયલમાં બંનેને ભાઈ-બહેનનો રોલ નિભાવવાનો હતો. રોહન નકશા અને કાચી ગાઈની ભૂમિકામાં જોવા મળી હતી. અને તે બંનેને પ્રેમ થયો હતો.

રીંકુ ધવન અને કિરણ કરમારકર

એકતા કપૂરની ફેમસ સીરિયલ ‘કહાની ઘર ઘર કી’ માં આ બંનેએ ભાઈ-બહેનની ભૂમિકા ભજવી હતી. બાદમાં બંનેએ લગ્ન કર્યા. જો કે છેલ્લાં વર્ષોમાં બન્નેના સંબંધોમાં બરાબર ચાલતું નથી તેવા સમાચાર આવી રહ્યા છે.

અમન વર્મા અને વંદના લાલવાની

મશહૂર ટીવી એક્ટર અમન વર્માએ તેની કો-સ્ટાર વાંદના લાલવની સાથે લગ્ન કર્યા છે. ટીવી સીરિયલ શપથમાં વંદના અમનની બહેન બની હતી.

શોએબ ઇબ્રાહિમ અને દિપીકા કક્કડ

ઑફસ્ક્રીનની આ જોડી સ્ક્રીન પર ભાઇ-બહેન અને કપલ, બંનેની ભૂમિકા ભજવી રહ્યા હતા. ‘સસૂરાલ સિમર કા’ માં કપલ હતા તો વળી, ‘કોઈ લોટ કે આયા’ માં ભાઈ-બહેનના પાત્રમાં જોવા મળ્યા હતા.

અભિષેક વર્મા અને અદિતી ભાટિયા

‘યે હે મોહાબતે’માં ભાઈ-બહેનની ભૂમિકામાં જોવા મળ્યા. અદિતીએ જ્યાં રુહીની ભૂમિકા ભજવી ત્યાં તે અભિષેક આદિત્યનાં રોલમાં હતો. આવા અહેવાલો આવ્યા હતા કે બંને એક બીજા સાથે ડેટ કરી રહ્યા છે.

Related posts

લાલુને ઝેર આપીને કેન્દ્ર સરકાર મારવા માગે છે: રાબડી દેવી

Karan

દૂધસાગર ડેરીનાં વિવાદમાં નિતીન પટેલે જંપલાવ્યું, કહ્યું,મારા એક ફોનથી ડેરીને કરોડો રૂપિયાની…

Riyaz Parmar

વનપ્રેમીઓ આનંદો: ગીર જંગલમાં સિંહબાળની સંખ્યામાં વધારો, આટલા નવા સિંહબાળ નોંધાયા

Riyaz Parmar