GSTV

તો 2021ની વસતી ગણતરીમાં OBC ડૅટા સામેલ થશે, મોદી સરકાર કરી રહી છે વિચાર

Last Updated on August 31, 2018 by Mayur

કેન્દ્રની મોદી સરકાર 2021ની વસતી ગણતરીમાં અલગથી ઓબીસી ડેટા સામેલ કરવાના પ્રસ્તાવ અંગે વિચાર કરી રહી છે. અન્ય પછાત વર્ગની વસતીના આંકડા જાહેર કરવાની માગણી લાંબા સમયથી પછાત વર્ગના નેતાઓ તરફથી કરાતી રહી છે.

તેવામાં મોદી સરકારના આ નિર્ણયથી મોદી સરકાર 2019ની ચૂંટણીમાં ઓબીસી મતદારોને સાધવાનો પ્રયાસ કરી રહી છે. મોદી સરકારે વસતી ગણતરીના આંકડાઓ જાહેર કરવાનો સમય પણ પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરી દીધો છે. એટલે કે 2021ની વસતી ગણતરીના સમગ્ર આંકડા 2024માં જાહેર કરાશે.

અત્યાર સુધી અલગથી ક્યારેય પણ વસતી ગણતરીમાં ઓબીસી ડેટા સામેલ કરાયો નથી. લાલુપ્રસાદ યાદવ સહિત તમામ ઓબીસી નેતાઓ આ પ્રકારની માગણી લાંબા સમયથી કરતા આવ્યા છે. એટલું જ નહીં 2021ની વસતી ગણતરીમાં ઘરોને જિયો ટેગિંગનો પ્રસ્તાવ પણ છે. જેના દ્વારા સેટેલાઈટ દ્વારા જ ઘરોની જાણકારી પ્રાપ્ત કરી શકાશે.

Related posts

BIG NEWS : યુપી ચૂંટણી પહેલાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતા RPN સિંહનું રાજીનામું, કહ્યું – ‘નવા અધ્યાયની શરૂઆત’

Dhruv Brahmbhatt

Gallantry Award List 2022: અદમ્ય સાહસ દર્શાવવા બદલ 939 વીરોને પ્રજાસત્તાક દિને ગેલેંટ્રી અવોર્ડથી કરાશે સન્માનતિ, અહીં જુઓ આખુ લિસ્ટ

Bansari

Amazon ફરી વિવાદમાં/ તિરંગા વાળી ટી-શર્ટ અને જૂતા વેચવાના આરોપમાં જોરદાર વિરોધ, Twitter પર બૉયકૉટ કેમ્પેન થયુ ટ્રેન્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!