હોલીવુડની હૉરર ફિલ્મ ધ નન દુનિયાભરના બૉક્સઑફિસ પર ધમાલ મચાવી રહી છે. ધ નન કંજ્યૂરિંગ ફ્રેન્ચાઇઝીની 5મી ફિલ્મ છે. હૉરર જૉનર લવર્સને ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મે વીકેન્ડમાં પોતાના બજેટ કરતાં 6 ગણી કમાણી કરી લીધી છે.
એક અહેવાલ અનુસાર 158.4 કરોડમાં બનેલી આ ફિલ્મે પહેલા જ વીકેન્ડમાં વર્લ્ડવાઇડ 943.2 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ઓપનિંગ વીકેન્ડમાં 385.2 કરોડનું કલેક્શન કરનારી આ ફિલ્મ ભારતીય બજારમાં પણ ધમાલ મચાવી રહી છે. આ અઠવાડિયે બોક્સઑફિસનો ટ્રેન્ડ જોતાં લાગી રહ્યું છે કે દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે.
View this post on Instagram
ભારતીય બજારમાં ફિલ્મે ઓપનિંગ ડે પર 8 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે જ રિલિઝ થયેલી બોલીવુડની ત્રણ ફિલ્મો પલટન, લૈલા મજનૂ અને ગલી ગુલિયા પાછળ રહી ગઇ છે. ધ નન ભારતમાં કંજ્યૂરિંગ રિલિઝની સૌથી મોટી અને બેસ્ટ ઓપનર સાબિત થઇ છે.
#TheNun emerges the franchise’s best opener… Biz went slightly down on Sun [vis-à-vis Sat], but has packed a strong total in its opening weekend… Thu previews 30 lakhs, Fri 8 cr, Sat 10.20 cr, Sun 10 cr. Total: ₹ 28.50 cr Nett BOC [1603 screens]. India biz. All versions.
— taran adarsh (@taran_adarsh) September 10, 2018
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને જણાવ્યું કે, ભારતીય બજારમાં ધ નને ઓપનિંગ વીકેન્ડમાં કુલ 28.50 કરોડની કુલ કમાણી કરી છ. જો કે રવિવારે ફિલ્મ તેટલી કમાણી ન કરી શકી જેટલી આશા હતી. ગુરુવારે 30 લાખ, શુક્રવારે 8 કરોડ, શનિવારે 10.20 કરોડ અને રવિવારે 10 કરોડની કમાણી કરી આ ફિલ્મે નવા રેકોર્ડ સર્જ્યા છે. ચાર દિવસમાં આ ફિલ્મે ભારતમાં 30 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે.