3 લાખમાં મળે છે અત્યાધુનિક ઘર : એક કરોડ મકાનો છે ખાલી, કોઈ રહેવા તૈયાર નથી

જો તમે વિદેશમાં સસ્તુ મકાન ખરીદવા ઈચ્છતા હોવ તો જાપાન તમારે બેસ્ટ ઓપ્શન છે. એક સમાચાર મુજબ જાપાનમાં આશરે 1 કરોડ મકાન ખાલી પડયા છે. આ મકાનો આકિયા (Akiya) બેંક વેબસાઈટ પર વેચાણ થઈ રહ્યા છે. જેમાંથી કેટલાક મકાન તો તમને મફતના ભાવે મળી શકે છે પરંતુ શરતો સાથે. શરત એ કે મકાન ખરીદનાર ગ્રાહકોએ જાપાનના પ્રોપર્ટી ટેક્સની ચૂકવણી કરવી પડશે.

જાપાનમાં 3 દસકા પૂર્વ આ સમસ્યા શરૂ થઈ હતી

આકિયાનો અર્થ જાપાની ભાષામાં ખાલી મકાન થાય છે. એક સમાચાર એજન્સીના રિપોર્ટ મુજબ જાપાનમાં ખાલી મકાનની સંખ્યા સતત વધી રહી છે. જાપાનમાં વૃદ્ધોની સંખ્યામાં વધારો અને જનસંખ્યામાં ઘટાડાના કારણે આ ખાલી મકાનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેવું અનુમાન છે. જાપાનમાં 3 દસકા પૂર્વ આ સમસ્યા શરૂ થઈ હતી. દુનિયામાં જેનું નામ આધુનિક ટેકનોલોજીમાં મોખરે આવે છે તેવા જાપાનમાં 1 કરોડ મકાનો એમના એમ ખાલી પડ્યા રહ્યા છે જેને તેમના માલિકોએ છોડી દીધા છે અથવા તો તેઓએ ક્યાંક બીજે જઈને વસવાટ કર્યો છે. આ આકિયા વેબસાઈટ પર જે મકાન ફ્રી નથી તેની કિંમત જાપાની મુદ્રામાં 5 લાખ યેન (આશરે 3 લાખ રૂપિયા) થી લઈને 2 કરોડ યેન સુધીની છે.

આકિયા યોજનામાં યુવા પરિવારોને મફતમાં મકાન આપવામાં આવશે

આ કિંમતો લોકેશન, પ્રોપર્ટીની ઉંમર અને અવસ્થાના આધારે નક્કી કરવામાં આવી છે. ફુજિત્સુ રિસર્ચ ઇંસ્ટિટ્યૂટના અનુમાન મુજબ 2008માં દેશમાં 7.568 મિલીયન પ્રોપર્ટી ખાલી હતી. જાપાનના વિભિન્ન પ્રાંતોના સ્થાનિક પ્રશાસન અને કોમ્યુનિટિએ પણ પોત-પોતાની વેબસાઈટ પર પોતાના ત્યાંના ખાલી મકાનોની માહિતી મૂકી છે. આકિયા યોજનામાં યુવા પરિવારોને મફતમાં મકાન આપવામાં આવે છે તેમજ મકાનના રિનોવેશન માટે પણ સબસિડી આપવામાં આવી રહી છે. 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter