GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

મોદી સરકારના હાથ લાગી જડીબુટ્ટી : ના દવા, ના વેક્સિન છતાં આ આંકડાઓ બતાવે છે કે કોરોનાને ટક્કર આપી રહ્યું છે ભારત

Corona

દેશમાં કોરોના પર સારા સમાચાર આવવા લાગ્યા છે. હકીકતમાં, બીમારીઓથી જલ્દીથી સાજા થનારા લોકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. દેશમાં કોવિડ -19 થી પુન:પ્રાપ્તિ દર વધીને 48 ટકાથી વધુ થઈ ગયો છે. તેની સાથે કોરોના વાયરસથી થતા મૃત્યુઆંકમાં ઘટાડો થયો છે. દેશમાં મોદીએ લોકડાઉન આપ્યું છતાં કેસમાં વધારો થયો છે. દેશમાં કોરોના રોગચાળામાં પીડિત લોકોની સંખ્યા દરરોજ વધી રહી છે. 45 દિવસ પહેલા કોવિડ -19 ના માંદા લોકોના મોતનું પ્રમાણ 3.3% હતું જ્યારે હવે તે ઘટીને 2.83% પર આવી ગયું છે. 18 મેના રોજ મૃત્યુ દર 3.15% હતો જ્યારે 3 મેના રોજ તે 3.25% હતો. સત્તાવાર આંકડા મુજબ ભારતમાં એક દિવસના સૌથી વધુ મોત 230 છે. દેશમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 5,394 થઈ ગઈ છે. માંદા લોકોની સંખ્યા 1 લાખ 90 હજારથી વધુ છે.

કેન્દ્ર સરકારે નિયમો સુધારાતાં સાજા થવાની સંખ્યામાં એકાએક વધારો થયો છે

દેશમાં હાલમાં 93,322 સક્રિય કેસ છે. 91,818 કોરોનાથી ઘરે ગયા છે. છેલ્લા 24 કલાકમાં 4,835 લોકોને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની 8 મી મેના માર્ગદર્શિકા અનુસાર, હળવા અને મધ્યમ કોરોનાથી પીડાતા દર્દીઓના લક્ષણોમાં વધારો થતો નથી, તો તેઓ 10 દિવસ પછી તંદુરસ્ત જાહેર કરવામાં આવી રહ્યા છે. તેથી સાજા થવાની સંખ્યામાં એકાએક વધારો થયો છે. કોવિડ -19 થી પણ સાજા થવાનો દર સુધર્યો છે, 48.19% પર પહોંચી ગયો છે. 18 મેના રોજ સાજા થવાનો દર 38.29% હતો. 3 મેના રોજ તે 26.59% રહ્યો હતો. 15 એપ્રિલનો સાજા થવાનો દર ફક્ત 11.42% હતો. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશના રાજ્યોમાં મૃત્યુઆંકોમાં સતત ઘટાડો થવાનું મુખ્ય કારણ એ છે કે, રાજ્ય સરકારો સમયસર તપાસ અને આ રોગની તાત્કાલિક સારવાર આપી રહી છે.

મોદી

લોકબંધી છતાં મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હી સહિત અન્ય ઘણા રાજ્યોમાં કોરોના દર્દીઓની સંખ્યા ચિંતા કરાવે છે

હવે રાજ્યોમાં કોરોના કેસોમાં વધારો થશે. લોકબંધી દૂર કરી છે, હિજરતી મજૂરો તેમના ઘરે પાછા ફર્યા છે, ટ્રેન અને વાહન વ્યવહાર શરૂં થયા છે. ઓફિસ ચાલુ થઈ છે. ઉદ્યોગ ધંધા શરૂ થયા છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હી સહિત અન્ય ઘણા રાજ્યોમાં કોરોના દર્દીઓની સંખ્યા ચિંતા કરાવે છે. ત્યાં લોકડાઉન સદંતર નિષ્ફળ રહ્યાં છે. વૈશ્વિક સ્તરે કોવિડ -19 થી થતા મૃત્યુની ટકાવારી 6.19 છે. ફ્રાન્સમાં સૌથી વધુ 19.35%, ત્યારબાદ બેલ્જિયમ 16.25%, ઇટાલી 14.33 અને યુકે 14.07% છે. 676 લેબમાં પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. પરીક્ષણ પ્રયોગશાળાઓમાંથી 472 સરકારી છે, જ્યારે 204 ખાનગી છે. લગભગ 38.37 લાખ નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.

Related posts

‘શોખ બડી ચીઝ હૈ’ વધારેમાં વધારે તમે કેટલા રૂપિયાનું માસ્ક પહેરો? 100? 200? 300? આ શખ્શે બનાવ્યું આટલા લાખનું સોનાનું માસ્ક

Arohi

આખી દુનિયાને રવાડે ચઢાવનાર TikTok ચીનમાં જ છે Ban, આ કારણે પોતે જ નથી કરતું આ પ્લેટફોમનો ઉપયોગ

Arohi

LAVA આપી રહ્યું છે ફોન બનાવવાનો મોકો, મળશે હજારોના કેશ પ્રાઈઝ સાથે જ આ ખાસ લાભ! આ રીતે કરો રજીસ્ટ્રેશન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!