વર્તમાન યુગમાં પણ ભારત જ નહિ દુનિયાભરમાં પુરૂષ અને સ્ત્રી અસમાનતાની સ્થિતિ ચિંતાજનક છે .ભારતમાં દિકરીને રક્ષણ આપવાની જાગૃતિ લાવવાનાં હેતુથી તા. 24 જાન્યુઆરી નેશનલ ગર્લ ચાઈલ્ડ – ડે મનાવવામાં આવે છે. વર્ષ 2008 થી ભારતમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયે શરૂઆત કરી હતી. ભારતમાં ‘બેટી બચાવો – બેઢી પઢાવો ‘ નો નારો આપી રાજકીય મંચ ગજવવામાં આવી રહયો છે પરંતુ સામાજિક સ્થિતિ ચિંતાજનક છે. ભારતમાં પુરૂષોની સરખામણીમાં સ્ત્રી જન્મ દર ખુબ નીચો છે. સ્ત્રી ભ્રુણ હત્યાની ઘટનાઓ ગુજરાત સહિત અનેક રાજયોમાં વધી રહી છે તે આજે સૌથી મોટો ચિંતાનો વિષય બન્યો છે.

ગુજરાતમાં 112 સુધીનો આ આંક ચોંકાવનારો
ગુજરાત એક પ્રગતિશીલ રાજયની છબી ધરાવે છે પરંતુ હજુ આજે પણ અનેક સમાજો, પ્રદેશોમાં સંતાનમાં દિકરો જ જોઈએ દિકરી નહિ તેવી માનસિકતા હજુ સંપૂર્ણપણે દૂર થઈ નથી. સ્ત્રી અત્યાચાર, ઘરેલુ હિંસાની ઘટનાઓ પણ વધી રહી છે પોલીસ ચોપડે ન નોંધાતી ઘટનાઓની સંખ્યા વિશેષ છે. વસતી ગણતરીનાં છેલ્લા અહેવાલ મુજબ ઝીરોથી છ વર્ષની વય જૂથમાં દર 100 સ્ત્રીઓએ પુરૂષોની સંખ્યા 103 થી 107ની નેશનલ એવરેજ છે તેની સામે ગુજરાતમાં આ આંક 112 સુધીનો ચોંકાવનારો છે. પડોશી રાજય મહારાષ્ટ્ર અનેરાજસ્થાનમાં દર 100 સ્ત્રીઓની સરખામણીએ 113 પુરૂષો હોવાનાં અહેવાલો છે.

દીકરીને રક્ષણ આપવા અનેક કાયદાઓ છતાં ભારતમાં દૈનિક 2000 સ્ત્રી ભ્રુણ હત્યાની ચિંતાજનક ઘટનાઓ
બેટી બચાવવા માટે સરકારમાં મહિલા અને બાળ વિભાગ દ્રારા અનેક યોજનાઓ અમલી છે એટલુ જ નહિ કાયદાકીય રક્ષણ આપવામાં આવી રહયુ છે. નારી અદાલતો શરૂ કરવામાં આવી છે. મોટા શહેરોમાં મહિલા પોલીસ સ્ટેશનો કાર્યરત કરાયા છે. દિકરી વહાલનો દરિયો જેવી યોજનાઓ જાહેર કરાઈ છે. નોકરીઓમાં મહિલા અનામત આપવામાં આવી છે અનેક સ્તરે મહિલા સશકતિકરણ માટે પ્રયાસો કરવામાં આવી રહયા છે આમ છતાં વાસ્તવિકતા એ છે કે એવા અનેક કુટુંબોમાં મહિલા પ્રત્યેની માનસિકતા બદલાઈ નથી આવા અનેક કિસ્સાઓ પણ સામે આવી રહયા છે. ભારતમાં વર્ષ 1994માં કાયદો અમલી બનાવી સ્ત્રી ભ્રૂણ હત્યા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં સ્ત્રી ભ્રૂણ અટકાવી શકાઈ નથી. યુનિસેફનાં એક અહેવાલ મુજબ ભારતમાં દૈનિક 2000 જેટલી સ્ત્રી ભ્રૂણ હત્યા થતી હોવાનાં ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. સ્ત્રી વિરોધી અપરાધોની સંખ્યા વધી રહી છે.
Read Also
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો