GSTV
Home » News » સિંહ શિકાર કરી શકે તેવા પશુઓની સંખ્યા ગીરમાં ઘટી ગઈ

સિંહ શિકાર કરી શકે તેવા પશુઓની સંખ્યા ગીરમાં ઘટી ગઈ

સિંહ શિકાર કરી શકે તેવા પશુઓની સંખ્યા ગીરમાં ઘટી હોવાનું પ્રાથમિક તારણ કોર્ટે ચોંકાવનારા રિપોર્ટમાં બહાર આવ્યું છે. પશુઓની સંખ્યા વધારવા સિંહ માટે પાણીની પણ અછત હોવાનુ પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. સિંહો માટે પીવાના પાણીની વ્યવસ્થા યોગ્ય રીતે ઉભી કરવા સૂચન કરવામાં આવ્યું છે. નવ મુદ્દાઓ પર એમિકસ ક્યુરીએ રિપોર્ટ તૈયાર કર્યો હતો.

ટ્રેનની અડફેટે સિંહોના થતા મોતને અટકાવવા માટે રાતની ટ્રેનો બંધ કરવી જોઈએ. રાતના સમયે પીપાવાવ પોર્ટ તરફ જતી ટ્રેનો પર રોક લગાવવાની સુચન કરવામાં આવ્યું છે. ગીર અભયારણ્યમાંથી પસાર થતા રેલવે ટ્રેકને શિફ્ટ કરવાનું પણ કોર્ટ મિત્રએ સૂચન કર્યુ છે. સિંહોના ગળામાં વીડિયો કોલિંગ અને તેને GPS કનેક્ટિવિટી આપવાનું પણ સૂચન કરાયુ છે.

ઇલેક્ટ્રીક ફેન્સીંગના કારણે સિંહોના મોતનો તાજેતરમાં કોઈ બનાવ નથી. ઇલેક્ટ્રીક ફેન્સીંગ કરનારાઓ અંગે માહિતી આપવા પણ સૂચન કરાયું છે. સાથે ગીર અભયારણ્યમાં ચાલતી વિવિધ અને માઇનિંગ પ્રવૃત્તિના કારણે પણ સિંહના મોતની ઘટનાઓ બની હોવાનું તારણ સામે આવ્યું છે.

READ ALSO

Related posts

હવે રાજ્યસભા પ્રિયંકા ગાધી, પણ કોંગ્રેસનો આ નિર્ણય તેને લોકસભામાં મોંઘો પડી જવાનો છે

Mayur

કેજરીવાલે દિલ્હીના વિકાસ માટે મોદીના આશીર્વચન માગ્યા

Mayur

સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ડેમના દરવાજા લીકેજ થતા મોટુ નુકસાન થવાની સંભાવના

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!