GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

40 વર્ષ પહેલા પ્રકાશિત થઈ નવલકથા, ચીનમાં વાયરસજન્ય રોગચાળાનું છે વર્ણન

ચીનમાં જીવલેણ કોરોના વાયરસથી સોમવારે વધુ 105 લોકોના મોત બાદ મોતનો આંકડો 1,770 ને પાર પહોંચી ગયો છે, જ્યારે 70,548 લોકોને ચેપ લાગ્યો હોવાનું કહેવાય છે. આ જીવલેણ વાયરસ ચીનના હુબેઇ પ્રાંતની રાજધાની વુહાનમાં સૌથી વધુ ફેલાયો છે. આ દરમિયાન એક એવો દાવો બહાર આવ્યો છે કે વુહાન વાયરસની આગાહી 40 વર્ષ પહેલાં એક ફિક્સન પુસ્તકમાં કરવામાં આવી હતી.

વર્ષ 1981 માં ડીન કોન્ટોસ દ્વારા લખેલી રોમાંચક નવલકથા, ધ આઇઝ ઓફ ડાર્કનેસમાં વુહાન -400 નામના વાયરસનો ઉલ્લેખ કરાયો છે. નવલકથામાં વાયરસને એક પ્રયોગશાળામાં શસ્ત્ર તરીકે બનાવવામાં આવ્યો હોવાની વાત કહેવામાં આવી છે. @DarrenPlymouth ટ્વિટર હેન્ડલથી આ નવલકથામાં લખેલી એક લાઇનને શેઅર કરે છે, જેમાં વુહાન -400 વાયરસનો ઉલ્લેખ છે. આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને લોકો તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

સરકારી  સમાચાર એજન્સી સિન્હુઆના એક સમાચાર અનુસાર National Health Commission(NHC)એ અહેવાલ આપ્યો છે કે  2,048 નવા કેસની પુષ્ટિ સાથે ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 70,548 પર પહોંચી ગઈ છે .

રવિવારે જે  105 મૃત્યુ પામ્યા તે લોકોમાંથી 100 હુબેઇમાં મૃત્યુ પામ્યા હતા જ્યારે ત્રણ હેનાનમાં અને બે ગુઆંગડોંગમાં માર્યા ગયા હતા. કમિશને  કહ્યું કે, અત્યાર સુધીમાં કુલ 10,844 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તે જ સમયે, 7,264 લોકોને ચેપ લાગ્યો હોવાની શંકા છે. કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ પણ પુસ્તકનો એક ભાગ શેર કર્યો છે અને લખ્યું છે કે, ‘કોરાનાવાયરસ ચીનના વુહાન -400 નામથી વિકસિત જૈવિક શસ્ત્ર છે? આ પુસ્તક 1981 માં પ્રકાશિત થયું હતું. આ ફકરો વાંચો.

READ ALSO

Related posts

વિદ્યાર્થીઓ માટે આનંદીબેન પટેલે શરૂ કરેલી આ યોજના રૂપાણી સરકારમાં ખોરંભે ચઢી

Nilesh Jethva

વલભીપુર પંથકમાં આવેલી ઘેલો અને કાળુભાર નદીઓમાં ઘોડાપુર, અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ

Nilesh Jethva

અરવલ્લીમાં એક પ્રેમી યુગલને તાલિબાની સજા ફટકારવામાં આવી, લાકડીઓ વડે ઢોર માર માર્યાનો વીડિયો વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!