GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

શાહીનબાગમાં બીજા દિવસે પણ વાટાઘાટોનું કોઈ પરિણામ નહીં

દેશનાં દિલ્હીનાં શાહીનબાગમાં છેલ્લા ઘણા દિવસોથી આંદોલન અને પ્રદર્શન સતત પણે યથાવાત છે. ત્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, ત્યારે સુપ્રીમ કોર્ટ તરફથી રચાયેલી મધ્યસ્થી સમિતિએ શાહીનબાગની મુલાકાત આગળ વધાવી હતી અને વાટાઘાટો પણ નિરસ પૂર્ણ રહી ત્યારે આ વાટાઘાટોનું કોઈપણ પરિણાં મળ્યું નહી.

શાહીનબાગમાં છેલ્લા ઘણા દિવસોથી આંદોલન અને પ્રદર્શન સતત પણે યથાવાત

ત્યારે આ સમિતિએ આગળ જણાવ્યું કે સમાધાનનાં પ્રયત્નો યથાવાત રહશે, અને એ દિશામાં આગળની કાર્યવાહી થશે એવું કમિટિના સભ્ય સાધના રામચંદ્રને કહ્યું હતું. સુપ્રીમે રચેલી મધ્યસ્થ સમિતિના સભ્યો – સંજય હેગડે અને સાધના રામચંદ્રને બીજા દિવસે શાહીનબાગ જઈને પ્રદર્શનકારીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. વાટાઘાટો દરમિયાન સમિતિના સભ્યોએ પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરી હતી.

સંજય હેગડે અને સાધના રામચંદ્રને બીજા દિવસે શાહીનબાગ જઈને પ્રદર્શનકારીઓ સાથે વાર્તાલાપ કર્યો

આ સિમિતીએ તેમની વાતો સાંભળી હતી અને તેમની રજૂઆતો અંગે ચર્ચા કરી હતી. એ દરમિયાન થોડાક પ્રદર્શનકારીઓએ સુપ્રીમમાં દાખલ થયેલી અરજી અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. એ અંગે સાધના રામચંદ્રને નારાજગી દર્શાવી હતી. જોકે, તેમણે કહ્યું હતું કે એવી કોઈ સમસ્યા નથી તેનો ઉકેલ ન આવી શકે. પ્રદર્શન કરવાનો હક બંધારણે આપ્યો છે અને તેમનું પ્રદર્શન તુરંત અટકાવી દેવાનો મધ્યસ્થ સમિતિનો કોઈ જ ઈરાદો નથી, પરંતુ રોડ બ્લોક થવા મુદ્દે સુપ્રીમે જે ટકોર કરી છે તેનો ઉકેલ પહેલા આવે એ દિશામાં વિચારવું જોઈએ.

વાટાઘાટો સંપૂર્ણ નિરસ પૂર્ણ રહી

સાધના રામચંદ્રને કહ્યું હતું કે વાત નહીં બને તો મામલો ફરીથી સુપ્રીમમાં જશે. કારણ કે આ મુદ્દે કંઈકનો કંઈ હલ તો શોધવો જ પડશે. તે દિશામાં સુપ્રીમ કોર્ટ આગળનો આદેશ આપશે.

READ ALSO

Related posts

હવે રાહુલ અને સોનિયા મોદીની કરશે ઉંઘ હરામ, જો અભિયાન ચાલ્યું તો ખાતામાં આવશે રૂપિયા 10 હજાર

Ankita Trada

કોરોના રોગચાળા અને સરહદ પર તણાવ: ચીનીઓને ભારતમાંથી ખસેડી લેવા જિનપિંગનો આદેશ

Mansi Patel

ગુજરાતમાં 20 દિવસ પછી બીજી વખત 400થી વધારે અને અમદાવાદમાં 300થી વધુ કેસ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!