GSTV
Gujarat Government Advertisement

અાગામી 4 દિવસ હવે મેઘરાજાના : સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સ્ટ્રોંગ થઈ

Last Updated on July 10, 2018 by Karan

રાજ્યભરમાં ચોમાસું જામ્યું છે ત્યારે અષાઢી બીજને ભગવાન જગન્નાથની રથયાત્રા પર અમદાવાદમાં વરસાદની આગાહી થઈ છે. ગુજરાતની આસપાસ સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સ્ટ્રોંગ થઈ છે. જેથી રાજ્યમાં વાવણી લાયક શ્રીકાર વર્ષા થશે તેમ હવામાન વિભાગની આગાહી છે. જોકે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના આકાશમાં અત્યારે સર્જાયેલી સિસ્ટમથી કચ્છ, સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની આગાહી થઈ છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. અાગામી 4 દિવસ ભારે વરસાદની અાગાહી અાપવામાં અાવી છે.

  • ગુજરાતની આસપાસ સાઈકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સ્ટ્રોંગ થઇ..
  •  જેને કારણે રાજ્યમાં સારા વરસાદ ની શકયતા..
  • દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ની શકયતા..
  • આ સિસ્ટમથી કચ્છ , સૌરાષ્ટ્ર માં પણ સારો વરસાદ મળશે..
  • 14 જુલાઈના અમદાવાદમાં વરસાદ પડશે
  • માછીમારોને દરિયો ન ખેડવા સુચના
  • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસાએ જોરદાર જમાવટ બોલાવી છે. દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. મંગળવારે સવારના 8થી સાંજના છ વાગ્યા સુધીમાં ગીર સોમનાથના તલાલામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ, સુરતના મહુવા, વલસાડના ઉમરગામમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.  બારડોલીમાં બે ઈંચ, જૂનાગઢના માળિયામાં 4 ઈંચ, ગીર ગઢડામાં 2.5 ઈંચ અને કોડીનારમાં 2.25 ઈંચ વરસાદ નોંધાયો છે.

ખાંભાના રબારીકામાં ૩ કલાકમાં ૫ ઇંચ વરસાદ પડ્યો

સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદનું આગમન થયું છે. ખાંભાના રબારીકામાં ૩ કલાકમાં ૫ ઇંચ વરસાદ પડ્યો જેથી ખાંભાની માલણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આ ઉપરાંત જાફરાબાદના પાટી સાળવા, પીપળીયા, કાંટાળા, ચકરાવા સહિતના વિસ્તારોમાં ૨થી ૫ ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢમાં મેઘરાજાએ મહેર કરી છે. સોમવારે રાત્રે શરૂ થયેલા વરસાદે ગીરનાર પર્વતનો અભિષેક કર્યો છે. ગરવા ગઢ ગીરનારમાં પડેલા વરસાદના કારણે અહલાદક વાતાવરણ સર્જાયું છે. જંગલ સહિત શહેરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. તો આ તરફ વેરાવળ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગીર સોમનાથના તાલાળામાં સૌથી વધારે ચાર ઈંચ, ગીર ગઢડા અને કોડીનારમાં પોણા બે ઈંચ, વેરાવળ અને સુત્રાપાડામાં પોણો એક ઈંચ વરસાદ પડ્યો છે. તો બે દિવસના વિરામ બાદ વલ્લભીપુરમાં ફરી મેઘરાજાનું આગમન થયું હતુ. સાંજના સમયે વલભીપુર અને આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેથી રસ્તા પર વરસાદના પાણી વહી રહ્યાં હતા.

સુત્રાપાડામાં આઠ ઈંચ, કોંડીનારમાં સાત ઈંચ, ગીરગઢામાં ત્રણ ઈંચ સાંબેલાધાર વરસાદ

વેરાવળ પંથકમાં ધોધમાર વરસાદ શરુ થયો હતો. જેથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સતત વરસાદને કારણે લોકોનું જનજીવન પણ અસ્ત વ્યસ્ત થયુ છે. ગીર સોમનાથના તાલાળામાં સૌથી વધારે ચાર ઈંચ, ગીર ગઢડા અને કોડીનારમાં પોણા બે ઈંચ, વેરાવળ અને સુત્રાપાડામાં પોણો એક ઈંચ વરસાદ પડ્યો છે.  વેરાવળમાં પડેલા વરસાદના કારણે ઢીંચણસમા ભરાયેલા પાણીમાં બાઇક ચાલકોને પણ મુશ્કેલી પડી હતી. તો બીજી તરફ ખેતરમાં જતી મહિલાઓ પણ પાણીમાં ચાલતા હાલાકીનો સામનો કરતી નજરે પડી હતી.તો કેટલીક જગ્યાએ વાહનો પણ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. તો વહી જતા પાણીમાં બાળકોએ પણ મોજ મસ્તી કરીને મજા માણી હતી. મોડી રાત્રે સુત્રાપાડા અને કોડીનાર, ગીરગઢડામાં ભારે વરસાદ વરસ્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. સુત્રાપાડામાં આઠ ઈંચ, કોંડીનારમાં સાત ઈંચ, ગીરગઢામાં ત્રણ ઈંચ સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. સુત્રાપાડા અને કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં નદીઓમાં નવા નીરની આવક થઈ છે.

વાંકીયામાં પડેલા વરસાદે 2015ના મેઘ તાંડવની યાદ અપાવી

અમરેલીના વાંકીયામાં પડેલા વરસાદે 2015ના મેઘ તાંડવની યાદ અપાવી છે. વાંકીયામાં દોઢ કલાકમાં પાંચથી છ ઈંચ જેટલો વરસાદ પડતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો. વરસાદી પાણી ખેતરમાં ફરી વળતા જમીનનું મોટા પ્રમાણમાં ધોવાણ અને કપાસીયાના વાવેતરને મોટુ નુકસાન થયું છે.  ત્યારે વરસાદી પાણી નિચાણ વાળા વિસ્તારમાં આવેલા મકાનોમાં પાણી ફરી વળ્યા હતા. વાંકીયામાં પડેલા ધોધમાર વરસાદમાં ગામની ગૌશાળાનો પાળો અને પુલનું પણ ધોવાણ થયું છે.  ત્યારે ગામને જોડતા રસ્તાઓ પ્રભાવિત થતા અનેક વાહન ચાલકો અટવાયા હતા.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબના બન્યા છે. સુરત જિલ્લાના કડોદરા અને પલસાણામાં વરસાદ શરૂ થયો છે.  બારડોલી પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. બારડોલીમાં સવારના 6 વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં 35 મીમી વરસાદ પડ્યો છે. સતત પડેલા વરસાદથી લોકોની હાલાકી વધી છે. બારડોલાના નિચાણ વાળા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા તો રસ્તોઓ પણ પાણીમાં ગરકાવ થયા હતા.

Gujarat Government Advertisement

Related posts

તારાજી / એક જ દિવસમાં 70 ઈંચ વરસાદથી શાપુર થઈ ગયું હતું બરબાદ, લોકોએ 48 કલાક ઘરના છાપરે વિતાવ્યા હતા

Dhruv Brahmbhatt

નવા સમીકરણો/ પ્રથમવાર અમિત શાહનો પ્રેમ ઉભરાયો, નીતિન પટેલને ગાડીમાં લઈને ફર્યા અને એક કલાક બેઠક થઈ

Damini Patel

રૂપાણી સરકાર ભરાશે : ગુજરાતમાં ફરી ખેડૂત આંદોલન ધમધમવાની સંભાવના, થઈ રહી છે અંદરખાને બેઠકો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!