GSTV

સરકાર: નવા બનેલા મંત્રીઓએ એકાએક ચાર્જ સંભાળી લીધો, મોં મીઠા કરાવ્યા, ચેમ્બરમાં ઉમળકાભેર સ્વાગત થયાં

Last Updated on September 18, 2021 by Pravin Makwana

ગાંધીનગરમાં બે દિવસ પહેલા શપથવિધિ બાદ આજે મંત્રીઓ એકપછી એક ચાર્જ સંભાળી રહ્યા છે. એ દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આચાર્ય કૌશલેન્દ્ર મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા.

ગાંધીનગરમાં નવા મંત્રીઓની શપથવિધિ બાદ આજે વિધિવત્ એક પછી એક પ્રધાનો પોતાનો ચાર્જ સંભાળી રહ્યા છે. ત્યારે રાજ્યનાં નવા શિક્ષણપ્રધાન તરીકે જિતુ વાઘાણીએ કાર્યભાર સંભાળ્યો હતો. વાઘાણીનું પરિવારજનોએ અને શુભેચ્છકોએ મોં મીઠું કરાવી શુભકામના પાઠવી હતી. પૂર્વ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે જિતુ વાઘાણી પોતાની ચેમ્બરમાં પહોંચ્યા હતા. ત્યાં હાજર સ્ટાફે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

મોરબીથી જીતેલા બ્રજેશ મેરજાએ પણ ચાર્જ સંભાળ્યો છે. શ્રમ રોજગાર, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગૃહ વિકાસનુ ખાતુ સંભાળ્યુ છે. શાસ્ત્રોક્ત વિધી સાથે તેમણે ચાર્જ સંભાળ્યો હતો. તેમણે ચાર્જ સંભાળ્યો ત્યારે તેમનો પરિવાર અને શુભેચ્છકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

શુક્રવારે નવા મંત્રીઓ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં જઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. આ તરફ, કેબિનેટ મંત્રીઓને સ્વર્ણિમ સંકુલ-1માં અને રાજ્યકક્ષાના મંત્રીઓને સ્વણિમ સંકુલ-2માં ચેમ્બરો ફાળવવામાં આવી છે. સ્વર્ણિમ સંકુલ-1 અને 2માં મંત્રીઓની નેમ પ્લેટ બદલાઈ હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઓફિસને બદલે અન્ય ચેમ્બર બનાવી દેવાઇ હતી.

કૃષિ અને પશુપાલન પ્રધાન રાઘવજી પટેલે મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો છે. તેમને ભૂપેન્દ્રસિહ ચુડાસમા જે ઓફિસનો ઉપયોગ કરતા તેની ફાળવણી કરાઇ છે. ચાર્જ સંભાળતી વેળા તેમનો સ્ટાફ અને શુભેચ્છકો હાજર રહ્યા હતા.

આ ઉપરાંત મંત્રીઓના બંગલાઓનું પણ રંગરોગાન અને રિનોવેશન કરાયુ હતું. બંગલાઓને પણ જાણે નવો ઓપ અપાયો હતો. સોમવારે 12.39ના શુભ મુહુર્તના સમયે મંત્રીઓ પોતાની ફાળવેલી ચેમ્બરમાં પદભાર ગ્રહણ કરશે. આમ,સોમવારથી સચિવલાયમાં ફરી એકવાર ચહલપહલ જોવા મળશે.

READ ALSO

Related posts

કઈ રીતે ભણશે ગુજરાત! 32 હજારથી વધુ સરકારી સ્કૂલો, 700 સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક ઉપાડે છે ભણતરનો ભાર

pratik shah

અમદાવાદમાં રખડતાં ઢોરનો ત્રાસ/ ગાયોના મુદ્દે ફરી રાજકારણ રમાયું, પશુમુક્ત શહેરની દરખાસ્તથી વિવાદ

Pravin Makwana

લેભાગુઓના કરતૂત યથાવત: છેલ્લા આઠ વર્ષમાં શહેરની વિવિધ બેન્કોમાં 6 કરોડથી વધુ નકલી નોટો થઈ જમા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!