GSTV
Auto & Tech Trending

New IT Rules 2021 : 25 મે થી આવશે નવા આઇટી નિયમો અસ્તિત્વમાં, મેટા અને વોટ્સએપ કરશે ચીફ કમ્પ્લાયન્સ ઓફિસરની નિમણુંક

મેટા અને વોટ્સએપ નોડલ કોન્ટેક્ટ એન્ડ ગ્રીવન્સ ઓફિસર તેમજ ચીફ કમ્પ્લાયન્સ ઓફિસરની ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોની શોધમાં છે. ભારતના નવા આઇટી રૂલ્સ 2021 હેઠળ મોટી સોશિયલ મીડિયા કંપનીઓમાં આ જગ્યાઓ પર વિશેષ વ્યક્તિની નિમણૂક કરવી ફરજિયાત છે. પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ લિંક્ડઇન પર આ ખાલી જગ્યાઓ છેલ્લા કેટલાક દિવસોથી જાહેરાતો મૂકવામાં આવી રહી છે.

આઇટીના નવા નિયમો આવ્યા બાદ ભારત માટે વોટ્સએપે ફરિયાદ નિવારણ અધિકારી તરીકે પરેશ બી લાલનું નામ લખ્યું હતું, જ્યારે ફેસબુકે સ્પૂર્તિ પ્રિયાનું નામ આપ્યું હતું. મેટા અને વોટ્સએપ દ્વારા ઇ-મેઇલ મારફતે મોકલવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ” ઇન્ટરમીડીયરી ગાઈડલાઇન્સની આવશ્યકતાઓ અનુસાર અધિકારીઓની નિમણૂક કરી છે. નવા આઇટી નિયમો પર સરકાર સાથે અમારી વાતચીત ચાલુ છે. અમને જરૂરિયાત મુજબ નવા ઉમેદવારોની શોધ કરવાનો અધિકાર પણ છે કારણકે, આ અધિકારીઓ કંપની માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.”

વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના ભારતમાં છે કરોડો યુઝર્સ :

ભારત સરકારે આ વર્ષની શરૂઆતમાં આપેલા ડેટા મુજબ વોટ્સએપના 53 કરોડ યુઝર્સ છે, ફેસબુકના 41 કરોડ અને ઇન્સ્ટાગ્રામના 21 કરોડ યુઝર્સ છે.

નવા આઇટી નિયમો 25 મે થી આવશે અસ્તિત્વમાં :

આપણા દેશમાં નવા નિયમો 25 મે, 2021થી અસ્તિત્વમાં આવ્યા છે. આ નિયમો સોશિયલ મીડિયા કંપનીઓને યુઝર્સની ફરિયાદોને દૂર કરવા માટે ફરિયાદ નિવારણ પ્રણાલી સ્થાપવાનો આદેશ આપે છે. આઇટીના નવા નિયમો હેઠળ, 50 લાખ યુઝર્સ સાથે મોટા સોશિયલ મીડિયા ઇન્ટરમીડિયઝે ફરિયાદ અધિકારી, નોડલ અધિકારી અને મુખ્ય પાલન અધિકારીઓની નિમણૂક કરવી પડશે. આ પદો પર નિમણૂક પામેલા અધિકારીઓ ભારતના રહેવાસી હોવા જોઈએ. નિયમોનું પાલન ના કરવા બદલ સોશિયલ મીડિયા કંપનીઓ પર ગુનાહિત કાર્યવાહી કરી શકાય છે.

Read Also

Related posts

ઉનાળામાં કસરત કરવાનો કયો છે શ્રેષ્ઠ સમય? જાણો શું કહે છે નિષ્ણાંતો, કઈ વાતનું રાખવું જોઈએ ધ્યાન

Hemal Vegda

કેન્દ્ર-રાજ્યના મંત્રીઓ હાજરી આપશે ,નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષના ખાતમુહૂર્તને લઈ તૈયારીનો ધમધમાટ

pratikshah

Video/ મેદાન વચ્ચે અમ્પાયર સાથે બાખડી પડ્યો કૃણાલ પંડ્યા, આ વાતને લઇને ભડકી ઉઠ્યો

Karan
GSTV