GSTV
Home » News » GSTની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા નવી સરકાર ભરશે આ પગલા

GSTની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા નવી સરકાર ભરશે આ પગલા

modi cabinet

દેશમાં નવી સરકાર રચાવાની સાથે જ જીએસટીની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જે હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારનું રિફન્ડ એક જ સિસ્ટમ હેઠળ મળી જાય તેવી પ્રોસેસ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.

એક્સપોર્ટર્સ માટે જીએસટી રિફંડની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવાની દિશામાં નાણાં મંત્રાલય કામ કરી રહ્યુ છે. જે હેઠળ જીએસટીના રિફન્ડને મંજૂરી અને પ્રોસેસિંગ બન્ને કામ એક જ વ્યવસ્થા અથવા ઓથોરિટી કરે તેવી તૈયારીઓ ચાલી રહી છે. આ ડેવલપમેન્ટ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે વર્તમાન વ્યવસ્થામાં કેન્દ્ર અને રાજ્યના ટેક્સ અધિકારીઓને રિફન્ડની મંજૂરીની જરૂરિયાત હોય છે.

automated GST refund

પરંતુ ઓગસ્ટ સુધીમાં આ વ્યવસ્થા બદલાઈ શકે છે. ત્યાર બાદ બન્ને જગ્યાએ એક જ ઓથોરિટી જીએસટી રિફંડની મંજૂરી અને તેનુ પ્રોસેસનું કામ કરશે. મહેસુલ વિભાગ પણ આ વ્યવસ્થા માટે કામ કરી રહ્યુ છે..જે અનુસાર ટેક્સ પેયર્સનો દાવો મંજૂર કર્યા બાદ અધિકારી પાસેથી સંપૂર્ણ રિફંડ મળી જશે. વર્તમાનમાં ટેક્સ પેયર્સ દ્વારા રિફંડનો દાવો કરવા પર કેન્દ્રીય ટેક્સ અધિકારી 50 ટકા દાવાની ભરપાઈ કરે છે અને બાકી રહેલી રાશિની ભરપાઈ રાજ્યના ટેક્સ અધિકારીઓની તપાસ બાદ કરાય છે.

ગુડ્સ એન્ડ સર્વિસના રીફંડ માટે રાજ્યના ટેક્સ અધિકારી પાસે દાવો કર્યા પછી પણ આ વ્યવસ્થાનું પાલન કરવુ જ પડે છે..જેનાથી સંપૂર્ણ રિફંડ મેળવવામાં વધારે સમય લાગે છે અને એક્સપોર્ટસને નાણાંકિય તંગીનો સામનો કરવો પડે છે. રિફંડ પ્રક્રિયામાં થતા વિલંબની સમસ્યાને દૂર કરવા માટે સિંગલ વિન્ડો ક્લીયરન્સ સિસ્ટમનો પ્રસ્તાવ રખાયો છે. સિંગલ વિન્ડો હેઠળ ટેક્સ એક જ અધિકારી ટેક્સ પેયર્સના દાવાની તપાસ કરીને કેન્દ્ર અને રાજ્યના જીએસટી બન્નેના ભાગની ચૂકવણી કરશે. જેનાથી ટેક્સ પેયર્સનો સમય પણ બચશે.

READ ALSO

Related posts

વ્યાપારિક સંબંધો તોડવાનો નિર્ણય પાક. પર જ ભારે પડ્યો, જીવનરક્ષક દવાઓની તીવ્ર અછત સર્જાઈ અને…..

Dharika Jansari

નફ્ફટ આતંકીઓએ પેટ્રોલિંગના વિસ્તારમાં સુરંગ બિછાવતા, માઈન વિસ્ફોટના કારણે જવાન શહીદ

Mayur

બાબરે કરેલી ઐતિહાસિક ભૂલ હવે સુધારવાનો સમય : હિન્દુ પક્ષની દલીલ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!