ભારતના સૌથી મહત્વકાંક્ષી અંતરિક્ષ મિશન ચંદ્રયાન-2ને ફરી લોન્ચ કરવાની તૈયારીઓ શરૂ કરાઇ છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઇસરો 21 અથવા 22 જુલાઇના રોજ ફરી એક વખત ચંદ્રયાન-2ને લોન્ચ કરી શકે છે. જેથી યાનના ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશવા માટે પૂરતો સમય મળી શકે. મહત્વનું છે કે 15 જુલાઇના રોજ ચંદ્રયાન-2 લોન્ચ થવાનું હતું. પરંતુ જીએસએલવી એમકે-થ્રીમાં ક્રાયોજેનિક સ્ટેજ પર આખરી ઘડીએ ટેકનિકલ ખામી સર્જાતા લોન્ચિંગ મોકૂફ રાખવાની ફરજ પડી હતી. હાલમાં ઇસરોના એન્જિનિયર આ ટેકનિકલ ખામીને દૂર કરી રહ્યા છે.

ઇસરો હાલમાં બે શેડ્યુલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જે અંતર્ગત 22 જુલાઇના રોજ સવારે લોન્ચ માટે વિચારણા થઇ રહી છે. જો કે 21 જુલાઇના રોજ એટલે કે રવિવારે પણ મિશન લોન્ચ થઇ શકે છે. જો કે ઇસરો દ્વારા આ મામલે કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી. પરંતુ 21 અથવા 22 જુલાઇના રોજ ચંદ્રયાન-2 લોન્ચ કરવાનો ઇસરોનો લક્ષ્યાંક છે.


અત્રે મહત્વનું છે કે દેશની અગ્રણી અવકાશ સંશોધન સંસ્થા ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન(ISRO) દ્વારા બીજા મૂન મિશન ચંદ્રયાન-2નું લોન્ચિંગ ટેક્નિકલ ખામીને કારણે રોકી દેવાયું હતું. લોન્ચ થવાના 56.24 સેકન્ડ પહેલા જ ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન રોકવામાં આવ્યું હતું. ત્યારે ઇસરો દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી કે, હવે પછીની નવી તારીખો ખુબ જલ્દી જાહેર કરવામાં આવશે.
READ ALSO
- Ind vs Aus Test : ત્રીજા દીવેસે શાર્દુલ અને સુંદરનો કમાલ, તોડ્યો 30 વર્ષ જૂનો રેકોર્ડ
- VIDEO: આધુનિક ‘ટેસ્લા’માં ડ્રાઈવર અને પેસન્જર બન્ને ચાલતી કાર જોવા મળ્યા સૂતા, આ દ્રશ્ય જોઈને ભડક્યા લોકો!
- આ કહાની પર બનાવાશે મેગા બજેટ ફિલ્મ, આ ખાસ પાત્ર ભજવશે શાહિદ કપૂર
- રામમંદિરના નામે શરૂ થઇ દાનની અનૈતિક વસૂલી, રાષ્ટ્રીય બજરંગ દળ સામે એફઆઈઆર
- આ છે દુનિયાનું સૌથી રહસ્યમય અને ડરામણું જંગલ, જેમાં લોકો અંદર ગયા પછી નથી આવતા પરત