GSTV
Home » News » 2015 જેવી સ્થિતિનું નિર્માણ થાય તે પહેલા સિંહોને ઉંચાઈવાળા વિસ્તારમાં ખસેડવાની જરૂરિયાત

2015 જેવી સ્થિતિનું નિર્માણ થાય તે પહેલા સિંહોને ઉંચાઈવાળા વિસ્તારમાં ખસેડવાની જરૂરિયાત

ગીર સોમનાથ, અમરેલી, સહિત વિસ્તારમાં વરસાદ વચ્ચે બૃહદ ગીરમાં સિંહો પર પુરનો ખતરો તોળાઈ રહ્યો છે. સિંહો શેત્રુંજી નદીના પાણીમાં વિહરી રહ્યાનો વીડિયો સામે આવ્યો છે. કાળઝાળ ગરમીના કારણે છેલ્લા કેટલાક વખતથી 20 જેટલા સિંહોએ શેત્રુંજી નદીના પટમાં પોતાનું આશ્રયસ્થાન બનાવ્યુ છે.

જોકે હવે ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે.ત્યારે ઉપરવાસમાંથી અથવા તો શેત્રુંજી નદી જે વિસ્તારમાંથી પસાર થાય છે.તેવા નાના લીલીયા, શેઢાડા, ક્રાકચ, ચાંદગઢ સહિતના ગામોમાં ભારે વરસાદથી નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ શકે છે અને આથી આ વિસ્તારમાં વિહરતા 20 જેટલા સિંહોને ઉંચાઈ વાળા વિસ્તારમાં ખસેડવા જરૂરી છે.

gir lion Gorakhpur

વર્ષ 2015માં અચાનક આવેલા શેત્રુંજી નદીના પુરમાં 11 સિંહો તણાઈને મૃત્યુ પામ્યા હતા.ચોમાસા દરમિયાન વન વિભાગ દ્વારા સિંહો પર નિયમિત મોનીટરીંગ અને પેટ્રોલિંગ વધારવાની પણ માંગ છે.

Read Also

Related posts

આ મહિનામાં જન્મેલા લોકો સાથે છે સારા સંબંધ? તો ક્યારેય નહીં આવે કોઈ પ્રોબ્લેમ, ધરાવે છે આ ખાસિયતો

Arohi

ફળોને જો હેલ્ધી માનતા હોવ તો પહેલા આ વાંચી લો, બની શકે કે વહેમ દુર થઈ જાય

Arohi

એનઆરસીના સંકલનકાર હજેલાની તાત્કાલિક ટ્રાન્સફર માટે સુપ્રીમનો નિર્દેશ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!