GSTV

ના પેટ્રોલનું ટેન્શન કે ના હેલમેટનું ટેન્શન, યુવકે એવી બનાવી બાઈક કે ધડાધડ મળ્યા ઓર્ડર

અભાવો વચ્ચે પણ માણસ ચાહે તો પોતાની ક્ષમતાને આધારે સફળ થઈ શકે છે. નબળી આર્થિક સ્થિતિમાં પરિવારને મદદરૂપ થવા વર્ષોથી ગેરેજમાં કામ કરનારા નવસારીના યુવાને પોતાની મિકેનિક સ્કિલને કામે લગાવીને અનોખી ઇ-બાઇક તૈયાર કરી છે.

નવસારીના હમઝા કાગદીએ પોતાની વર્ષોની મહેનત અને અનુભવને એક કરીને હમઝાએ ઇ બાઇક બનાવવાનો વિચાર કર્યો. જેના માટે તેણે ઇ-બાઇકની બારીકીને સમજી ત્યારબાદ બાઈક્સના તેમજ અન્ય કાટમાળ લાવીને તેમાથી પોતાની ડિઝાઇન અનુરૂપ ઇલેક્ટ્રીક બાઇક તૈયાર કરી.

6 કલાકના ચાર્જિંગ બાદ 60 કિલોમીટર ચાલતી હમઝાની આ ઇ બાઇકને જોઈ આસપાસના સહિત બહારથી આવતા લોકો પણ આકર્ષિત થઈ રહ્યા છે. લોકો હમઝાને તેની બાઇક વિષેની માહિતી પૂછી રહ્યા છે. સાથે જ તેમના માટે પણ નવી ડિઝાઇનમાં ઇ બાઈક બનાવવા માટે ઓર્ડર પણ આપી રહ્યા છે. હમઝાના કૌશલ્યને લોકોનો સાથ મળ્યો છે અને આજે 5 ઇ બાઇક બનાવવાના ઓર્ડર પણ મળ્યા છે.

પ્રદૂષણ ઓકતા વાહનો અને ટ્રાફિકના આકરા નિયમોથી બચવા માટે ઇ બાઇક મહત્વની સાબિત થઈ શકે છે. 40ની સ્પીડે દોડતી આ ઇબાઇક 30 થી 35 હજારમાં તૈયાર થઈ છે. જેથી પણ લોકો ઇ બાઇક લેવા માટેની તૈયારી દર્શાવી રહ્યા છે. હમઝાને હાલમાં તો અલગ અલગ ડિઝાઇનમાં 5 ઇ બાઈક્સ બનાવવાના ઓર્ડર મળ્યા છે. નવસારી જેવા નાના શહેરમાં ઓટો મોબાઈલ વિશેનો અભ્યાસ કર્યા વિના પોતાના અનુભવે ઇ બાઇક બનાવી હમઝાએ ડિગ્રી નહીં પણ કાબિલિયત હોવી જરૂરી હોવાની વાત સાબિત કરી છે.

READ ALSO

Related posts

દેશના કરોડો કર્મચારીઓએ મોદી સરકારની લાજ બચાવી લીધી, લોકડાઉનમાં સરકારના એક નિર્ણયથી 34, 402 કરોડ રૂપિયા કામમાં આવ્યા

Pravin Makwana

ભૂખ કરો શાંત: થોડી પેટપૂજા કરવી છે તો પણ ન ખાઓ મેગી બિસ્કિટ કે ચિપ્સ, ન્યુટ્રિશનિસ્ટ પાસેથી જાણો કેવો હોવો જોઈએ ‘હળવો નાસ્તો’

Pritesh Mehta

ચેતીને રહેજો / કોરોના ગાઇડલાઇનને લઇ CM રૂપાણીનું મોટું નિવેદન, જો રાજ્યમાં ફરીથી કેસ વધશે તો….

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!