GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

ડોક્ટરોના ભારે વિરોધ છતાં નેશનલ મેડિકલ કમિશન બિલ રાજ્યસભામાં પસાર

Corona

સમગ્ર દેશના ડોક્ટરોના ભારે વિરોધ વચ્ચે આજે રાજ્યસભામાં નેશનલ મેડિકલ કમિશન બિલ પસાર થઇ ગયું હતું. આ બિલ ૨૯ જુલાઇએ જ ધ્વનિ મતાથી લોકસભામાં પસાર થઇ ગયું  હતું. આ બિલની જોગવાઇઓ મુજબ તબીબી શિક્ષણ, તબીબી વ્યવસાય અને તબીબી સંસૃથાઓના તમામ પાસાઓના વિકાસ અને નિયંત્રણ માટે એમસીઆઇ(મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા)ના સૃથાને નેશનલ મેડિકલ કમિશનની રચના કરવામાં આવશે.

આ બિલમાં નિટ-પીજીના સૃથાને એમબીબીએસના છેલ્લા વર્ષમાં કોમન પરીક્ષા લેવાની જોગવાઇ કરવામાં આવી છે. આ કોમન પરીક્ષાને નેશનલ એક્ઝિટ ટેસ્ટ(નેકસ્ટ) નામ આપવામાં આવ્યું છે. આ દરમિયાન બિલનો વિરોધ કરવાડોક્ટરોએ દેખાવો કર્યા હતાં. એઇમ્સ, આરએમએલ હોસ્પિટલ, સફદરજંગ હોસ્પિટલ અને એલએનજેપી હોસ્પિટલ સહિતની સરકારી હોસ્પિટલના ડોક્ટરોએ આજે કામનો બહિષ્કાર કર્યો હતો. તેમણે દેખાવો દરમિયાન નેશનલ મેડિકલ કમિશન બિલના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા હતાં.

એઇમ્સ અને સફદરજંગ હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટરો અને અન્ડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના દેખાવોના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. આ ડોક્ટરોએ સંસદ સુધી માર્ચ કરવાની યોજના બનાવી હતી પણ પોલીસે તેમને રસ્તામાં જ રોકી લીધા હતાં. ડોક્ટરોના અન્ય એક જૂથ ફેડરેશન ઓફ રેસિડન્ટ ડોક્ટર્સ એસોસિએશન(ફોરડા)ના ડોક્ટરોએ પણ આરઅએમએલ હોસ્પિટલાથી સંસદ સુાધી માર્ચ કરવાની યોજના બનાવી હતી પણ પોલીસે તેમન પણ રસ્તામાં રોકી લીધા હતાં.

લોક નાયક જયપ્રકાશ હોસ્પિટલ, બી આર આંબેડકર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, ડીડીયુ હોસ્પિટલ અને સંજયગાંધી મેમોરિયલ હોસ્પિટલના ડોક્ટરોએ પણ આજે હડતાળ પાડ હતી અને દેખાવોમાં જોડાયા હતાં. દિલ્હી સરકારની સૌથી મોટી હોસ્પિટલ એલએનજેપીમાં ડોક્ટરોની હડતાળને કારણે ઓપડી વિભાગ બંધ રાખવાની ફરજ પડી હતી અને ઇમરજન્સી વિભાગમાં ખૂબ જ ઓછા દર્દી જોવા મળ્યા હતાં.

Read Also

Related posts

એકલતાનો લાભ લઇને બેડરૂમ સુધી ઘૂસી આવ્યો, મિત્રની પત્નીને બેડ પર પટકી અને…

Bansari

પીએમ નરેન્દ્ર મોદી 26 જુલાઈએ કરશે ‘Mann ki Baat’, કહ્યું, “તમે પણ આપી શકો સૂચન”

pratik shah

365 દિવસ અહીં નોકરી કરાવીશ, તારા બાપની નોકર થોડી છું! મંત્રીના દીકરાને પોલીસ કોન્સ્ટેબલે આપ્યો દમદાર જવાબ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!