નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ દિલ્હી જળ બોર્ડ પર નારાજ, સીપીસીબીના પાંચ કરોડ રૂપિયા કરશે જપ્ત

દિલ્હીના ઈન્દ્રપુરી વિસ્તારમાં અત્યાર સુધી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નહીં બનાવવાને કારણે નારાજ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે દિલ્હી જળ બોર્ડને પાંચ કરોડ રૂપિયા સીપીસીબીમાં જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે. એનજીટીએ દિલ્હી જળ બોર્ડને કહ્યું હતું કે જો મે-2019 સુધીમાં ઈન્દ્રપુરી વિસ્તારમાં એસટીપી નહીં બને, તો જમા કરાવવામાં આવેલા પાંચ કરોડ રૂપિયાને સીપીસીબી જપ્ત કરી લેશે. ઈન્દ્રપુરી વિસ્તારમાં ગંદા નાળાના પાણીની સમસ્યાનો મામલો ચાલી રહ્યો હતો.

દિલ્હી જળ બોર્ડે એનજીટીએ આશ્વાસન આપ્યું હતું કે ઈન્દ્રપુરીમાં એસટીપી બનાવી દેવામાં આવશે. પરંતુ એસટીપી બનાવાયું નથી અને ઈન્દ્રપુરીના લોકોની સમસ્યા યથાવત છે. લાંબા સમયથી જ્યારે એસટીપીના નિર્માણનું કામ શરૂ થયું નહીં. ત્યારે એનજીટી નારાજ થઈ ગયું અને દિલ્હી જળ બોર્ડને તેનું કારણ પુછયું હતું. પરંતુ આ વખતે પણ દિલ્હી જળ બોર્ડે સંતોષકારક વલણ દાખવ્યું ન હતું.

દિલ્હી જળ બોર્ડે એનજીટીને કહ્યુ હતુ કે મે-2019 સુધી એસટીપી બની જશે. બાદમાં એનજીટીએ સિક્યુરિટી તરીકે પાંચ કરોડ રૂપિયા સીપીસીબીમાં જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. એનજીટી દિલ્હી-એનસીઆરમાં હવા અને પાણીના પ્રદૂષણને રોકવા માટે સતત ઘણાં કડક આદેશો જાહેર કરી ચુકી છે. પરંતુ મોટાભાગના આદેશોનું પાલન સરકારી એજન્સીઓ દ્વારા નહીં થવાને કારણે પ્રદૂષણની સ્થિતિમાં કોઈ પરિવર્તન આવ્યું નથી.

તાજેતરમાં ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા દૂષિત પાણીના નીકાલ માટે યોગ્ય વ્યવસ્થા નહીં હોવાને કારણે દિલ્હી સરકાર પર એનજીટીએ પચાસ કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. બે દિવસ પહેલા પણ દિલ્હીના મુખ્ય સચિવ અને જળ બોર્ડ પર એનજીટીએ એક-એક કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. દિલ્હીમાં મોટાભાગે જોવા મળ્યું છે કે એસટીપીની સંખ્યા ઓછી હોય છે અથવા તો એસટીપી યોગ્ય રીતે કામ કરતા નથી. ત્યાં ગંદાપાણીની ટ્રીટમેન્ટ બાદ તેના યોગ્ય ઉયોગની વ્યવસ્થા પણ નથી. જેને કારણે દિલ્હીમાં ગ્રાઉન્ડ વોટરનો ઉપયોગ વધી ગયો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter