GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

કેબિનેટમાં સમાવેશ માટે આ 53 સાંસદોને કરાયા ફોન, રાજનાથ અને નિર્મલાના ખાતા નહીં બદલાય

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નરેન્દ્ર મોદી સાથે કરેલી મુલાકાત બાદ નવી સરકારના પ્રધાનોના નામ નક્કી કરી દેવામાં આવ્યા છે ત્યારે કેબિનેટમા સમાવેશ કરવામાં આવેલા 53 જેટલા સાંસદોને ફોન કરવામાં આવ્યા છે. રાજનાથસિંહ અને નિર્મલા સીતારમનના ખાતામાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.

જે પ્રધાનોને ફોન કરવામાં આવ્યા તેમા રાજનાથસિંહ, નીતિન ગડકરી, રવિશંકર પ્રસાદ, સુષમા સ્વરાજ, પ્રકાશ જાવડેકર, પિયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, ડોક્ટર હર્ષવર્ધન, હરદિપસિંહ, કિશન રેડ્ડી, બાબુલ સુપ્રિયો, અર્જૂન રામ મેઘવાલ, કિરણ રિજ્જુ, સ્મૃતિ ઈરાની,સદાનંદ ગૌડા, રામ વિલાસ પાસવાન, પ્રહલાદસિંહ પટેલ અને મુખ્તાર અબ્બાસ, સાધ્વી નિરંજન જ્યોતી, મુખ્તાર અબ્બાસ નકવીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ગિરિરાજસિંહ, વી.કે.સિંહ, કૃષ્ણ પાલ ગુર્જર, સુરેશ અંગાદિ, રાવ ઈન્દ્રજીત, રમેશ પોખરિયાલ, ગિરિરાજસિંહ, નિત્યાનંદ રાય, રાજ્યવર્ધનસિંહ રાઠોડ અને સંજય ધોત્રે, ગજેન્દ્રસિંહ શેખાવત, દેવશ્રી ચૌધરી, કૈલાશ ચૌધરી, સુબ્રત પાઠકને ફોન કરવામાં આવ્યો છે.

સહયોગી દળના એક-એક પ્રધાન

મોદી કેબિનેટમાં સહયોગી દળના એક-એક પ્રધાનોને સામેલ કરવામાં આવશે. શિવસેનામાંથી અરવિંદ સાવંત, અકાલી દળમાંથી હરસિમરત કોર, જેડીયુમાંથી આરસીપી સિંહ, એલજેપીમાંથી રામવિલાસ પાસવાન, અપના દળમાંથી અનુપ્રિયા પટેલ AIDMKમાંથી રવિન્દ્રનાથને સ્થાન મળવાનું છે.

અમિત શાહ

 • ભાજપના ઇતિહાસના સૌથી સફળ અધ્યક્ષ
 • ભાજપને સતત બીજી વખત બહુમતિ અપાવવામાં મુખ્ય ભૂમિકા
 • ભાજપમાં નરેન્દ્ર મોદી પછી નંબર-૨નું સ્થાન ધરાવતા નેતા
 • ૧૦ કરોડથી વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપને દુનિયાની નંબર વન પાર્ટી બનાવી
 • ગાંધીનગરથી રેકોર્ડ બહુમતિ જીત મેળવી પ્રથમ વખત લોકસભાના સાંસદ બન્યા
 • કુશળ રણનીતિકાર અને ભાજપના ચાણક્ય તરીકે જાણીતા
 • વર્ષ ૨૦૦૩-૧૦ દરમ્યાન ગુજરાતના ગૃહપ્રધાન તરીકે જવાબદારી સંભાળી


રાજનાથ સિંહ

 • ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ
 • ભાજપના સૌથી અનુભવી અને દિગ્ગજ નેતાઓ પૈકીના એક
 • પ્રથમ ટર્મમાં કેન્દ્રીય ગૃહપ્રધાન તરીકે પ્રશંસનીય કામગીરી
 • વર્ષ ૨૦૦૦-૦૨ દરમ્યાન ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન રહ્યા
 • ફક્ત ૧૩ વર્ષની ઉંમરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જાડાયા
 • ૨૦૧૯માં લખનૌ બેઠક પરથી ૩.૪૭ લાખ મતોની લીડથી જીત

પિયૂષ ગોયલ

 • નરેન્દ્ર મોદીના વિશ્વાસુ અને માનીતા નેતા
 • મોદી સરકારના સૌથી કાર્યક્ષમ પ્રધાનો પૈકીના એક
 • પ્રથમ ટર્મમાં રેલવે, ઉર્જા સહિત અનેક મહત્વના મંત્રાલય સંભાળ્યા
 • રેલવેપ્રધાન તરીકે ખૂબ અસરકારક કામગીરી
 • કોઇ વાદ-વિવાદ વગર કોલ બ્લોકની નિયમોનુસાર ફાળવણી કરી
 • વર્તમાનમાં રાજ્યસભાના સાંસદ

નિર્મલા સીતારમણ

 • ઇન્દિરા ગાંધી બાદ સંરક્ષણ પ્રધાન બનનારા ફક્ત બીજા મહિલા નેતા
 • પ્રથમ ટર્મમાં સંરક્ષણ અને વાણિજ્ય મંત્રાલયની જવાબદારી સંભાળી
 • સંરક્ષણ પ્રધાન તરીકે રફાલ ડીલ વિવાદમાં સરકારનો પક્ષ અસરકારક રીતે રજૂ કયાર્ે
 • વર્ષ ૨૦૦૮માં ભાજપ સાથે જાડાયા
 • વર્ષ ૨૦૧૦-૧૪ દરમ્યાન ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા રહ્યા
 • વર્તમાનમાં કર્ણાટકથી રાજ્યસભાના સાંસદ

પ્રકાશ જાવડેકર

 • ભાજપના ખ્યાતનામ નેતા અને પ્રવક્તા
 • પ્રથમ ટર્મમાં માનવ સંસાધન વિકાસ સહિત અનેક મહત્વના મંત્રાલય સંભાળ્યા
 • વર્તમાનમાં મધ્ય પ્રદેશથી રાજ્યસભાના સાંસદ
 • એબીવીપીમાં જાડાઇને કોલેજકાળથી જ રાજકારણમાં પ્રવેશ
 • ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય સચિવ રહી ચૂક્યા છે

અનુપ્રિયા પટેલ

 • એનડીએના સહયોગી પક્ષ અપના દલના અધ્યક્ષ
 • પ્રથમ ટર્મમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સંભાળ્યું
 • મિરઝાપુર બેઠક પરથી સતત બીજી વખત જીત મેળવી
 • રોહનિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે

જે.પી. નડ્ડા

 • પ્રથમ ટર્મમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સંભાળ્યું
 • વર્તમાનમાં રાજ્યસભાના સાંસદ
 • એબીવીપીમાં જાડાઇને કોલેજકાળથી જ રાજકારણમાં પ્રવેશ
 • ૩ ટર્મ ધારાસભ્ય રહી ચૂGયા છે
 • હિમાચલ સરકારમાં અનેક મંત્રાલયોની જવાબદારી સંભાળવાનો અનુભવ

ધર્મેન્દ્ર પ્રધાન

 • પ્રથમ ટર્મમાં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયની જવાબદારી સંભાળી
 • મોદીની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને સફળ બનાવવામાં મુખ્ય ભૂમિકા
 • વર્તમાનમાં મધ્ય પ્રદેશથી રાજ્યસભાના સાંસદ
 • ભાજપના રાષ્ટ્રીય સચિવ, મહાસચિવ સહિત વિવિધ પદો સંભાળ્યા
 • પિતા દેવેન્દ્ર પ્રધાન પણ વાજપેયી સરકારમાં પ્રધાન રહ્યા

સંતોષ ગંગવાર

 • ઉત્તર પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતાઓ પૈકીના એક
 • પ્રથમ ટર્મમાં શ્રમ અને રોજગાર તેમજ કાપડ મંત્રાલય સંભાળ્યું
 • બરેલી બેઠક પરથી કુલ ૮ વખત ચૂંટણી જીત્યા
 • ૨૦૧૯માં ૧.૬૭ લાખ મતોની લીડથી મેળવી જીત
 • વાજપેયી સરકારમાં પણ વિવિધ મંત્રાલય સંભાળી ચૂક્યા છે

સદાનંદ ગૌડા

 • કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન અને બેંગાલુરૂ ઉત્તરથી વર્તમાન સાંસદ
 • મોદી સરકારમાં કાયદા પ્રધાન અને રેલવે પ્રધાન તરીકે જવાબદારી સંભાળી
 • ૨ વખત ધારાસભ્ય અને ૩ વખત સાંસદ બન્યા
 • ૨૦૧૪માં ૨.૨૯ લાખ મતોની સરસાઇથી મેળવી જીત

અર્જુનરામ મેઘવાલ

 • કેબિનેટ પ્રધાન અને બિકાનેરથી વર્તમાન સાંસદ
 • ૨૦૦૯ અને ૨૦૧૪ એમ સળંગ ૨ ટર્મ ચૂંટણી જીત્યા
 • ૨૦૧૪માં ૩.૦૮ લાખ મતોની સરસાઇથી મેળવી જીત

કિરણ રિજિજૂ

 • પૂર્વોત્તર ભારતમાંથી ભાજપનો મુખ્ય અને લોકપ્રિય ચહેરો
 • કેન્દ્રીય ગૃહરાજ્યપ્રધાન તરીકે અસરકારક કામગીરી
 • ૨૦૧૪માં અરૂણાચલ પશ્ચિમ બેઠક પર ૪૩,૭૩૮ મતોની સરસાઇથી જીત
 • ૨૦૦૪માં પ્રથમ વખત ચૂંટણી જીતી સાંસદ બન્યા

જિતેન્દ્ર સિંહ

 • કેબિનેટ પ્રધાન અને ઉધમપુરથી વર્તમાન સાંસદ
 • મોદી સરકારમાં વિવિધ મહત્વપૂર્ણ મંત્રાલયનો હવાલો સંભાળ્યો
 • ૨૦૧૪માં ૬૦,૯૭૬ મતોની સરસાઇથી ગુલામનબી આઝાદને આપી હાર
 • મહારાજા હરિસિંહના પૌત્ર અને કાંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહ સાથે મુકાબલો

બાબુલ સુપ્રિયો

 • સુપ્રસિદ્ધ ગાયક અને આસનસોલથી વર્તમાન સાંસદ
 • એનડીએ સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે જવાબદારી સંભાળી
 • ૨૦૧૪માં ૭૦ હજાર મતોની સરસાઇથી મેળવી જીત

સ્મૃતિ ઇરાની

 • વિખ્યાત અભિનેત્રી અને ભાજપના લોકપ્રિય નેતા
 • મોદી સરકારમાં માનવ સંસાધન વિકાસ અને કાપડ પ્રધાન રહ્યા
 • વર્તમાનમાં ગુજરાતથી રાજ્યસભાના સાંસદ
 • ૨૦૧૪માં અમેઠીમાં રાહુલ ગાંધી સામે મળી હતી હાર
smriti irani

હરસિમરત કૌર બાદલ

 • શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીરસિંહ બાદલના પત્ની
 • કેન્દ્રીય ખાદ્ય અને પ્રસંસ્કરણ ઉદ્યોગ પ્રધાન
 • છેલ્લી ૨ ટર્મથી ભટીંડા બેઠક પરથી સાંસદ
 • ૨૦૧૪માં ૧૯,૩૯૫ મતોની સરસાઇથી વિજેતા બન્યા

ગિરીરાજ સિંહ

 • સાંપ્રદાયિક ભાષણો અને નિવેદનોને કારણે હંમેશા વિવાદમાં રહેનારા નેતા
 • પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને નવાદા બેઠક પરથી વર્તમાન સાંસદ
 • ૨૦૧૪માં ૧.૪૦ લાખ મતોની સરસાઇથી મેળવી જીત
 • સીપીઆઇના કન્હૈયા કુમાર અને આરજેડીના તનવીર હસન સાથે મુકાબલો

નીતિન ગડકરી

 • ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ
 • કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન તરીકે ખૂબ સફળ કામગીરી
 • મોદી સરકારના સૌથી કાર્યક્ષમ પ્રધાનો પૈકીના એક
 • ૨૦૧૪માં નાગપુર બેઠક પરથી ૨.૮૪ લાખ મતોની સરસાઇથી જીત

રમેશ પોખરિયાલ

 • ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના ટોચના નેતા
 • વર્ષ ૨૦૦૯-૧૧ દરમ્યાન ઉત્તરાખંડના મુખ્યપ્રધાન રહ્યા
 • નેતા ઉપરાંત કવિ અને લેખક તરીકે પણ પ્રખ્યાત
 • ૨૦૧૪માં હરિદ્વાર બેઠક પરથી ૧.૭૭ લાખ મતોની સરસાઇથી મેળવી જીત

સાધ્વી નિરંજન જ્યોતિ

 • કેન્દ્રીય પ્રધાન અને ભાજપના ચર્ચાસ્પદ નેતાઓ પૈકીના એક
 • વિવાદિત નિવેદનો અને ભાષણોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે
 • ૨૦૧૪માં ૧.૮૭ લાખ મતોની સરસાઇથી મેળવી જીત

રવિશંકર પ્રસાદ

 • કેન્દ્રીય કાયદા અને આઇટી પ્રધાન તેમજ વિખ્યાત વકીલ
 • બિહારથી ૩ ટર્મ રાજ્યસભાના સાંસદ રહ્યા
 • ભાજપમાં અનેક ટોચના અને મહત્વપૂર્ણ પદો પર જવાબદારી સંભાળી
 • કાંગ્રેસના ઉમેદવાર શત્રુધ્ન સિંહા સાથે મુકાબલો

અન્ય નામો

 • પુરુષોત્તમ રૂપાલા
 • બાબૂલ સુપ્રિયો
 • કિશન રેડ્ડી
 • અર્જુનરામ મેઘવાલ
 • મુખ્તાર અબ્બાસ નકવી
 • અમિત શાહ
 • રાજનાથસિંહ
 • કિરણ રિજજૂ
 • નિર્મલા સિતારમણ
 • સ્મૃતિ ઈરાની
 • પિયુષ ગોયેલ
 • નિતિન ગડકરી
 • સુષમા સ્વરાજ
 • રામદાસ આઠવલે
 • જિતેન્દ્ર સિંહ
 • પ્રકાશ જાવડેર
 • રામવિલાસ પાસવાન
 • પ્રલ્હાદ જાશી
 • સુરેશ અંગડી
 • મનસુખ માંડવિયા
 • હરસિમરત કૌર બાદલ
 • ગિરીરાજ સિંહ
 • રામચંદ્ર પ્રસાદ
 • ધર્મેન્દ્ર પ્રધાન
 • રવિશંકર પ્રસાદ
 • કૃષ્ણપાલ ગુર્જર
 • સાધ્વી નિરંજ જ્યોતિ
 • સંતોષ ગંગવાર
 • રાવ ઈન્દ્રજીત
 • રમેશ પોખરિયાલ નિશંક
 • નિત્યાનંદ રાય
 • રાજ્યવર્ધનસિંહ રાઠોડ
 • સંજય ધોત્રે
 • અનુપ્રિયા પટેલ
 • સંજીવ બાલિયાન
 • થાવરચંદ ગેહલોત
 • સોમ પ્રકાશ
 • ગજેન્દ્રસિંહ શેખાવત
 • અર્જુન મુંડા
 • દેવશ્રી ચૌધરી
 • કૈલાશ ચૌધરી

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર, એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 7074 કેસ, સંક્રમીતોની સંખ્યા બે લાખને પાર

Mansi Patel

‘આયુષ્યમાન ભારત’ યોજનામાં તમારુ નામ રજીસ્ટર્ડ છે કે નહીં તે જાણવુ છે એકદમ સરળ, આ રીતે જાણી શકશો

Pravin Makwana

સાવધાન: ચીન ભારત પર કરવા જઈ રહ્યું છે સૌથી મોટો હુમલો, 20 લાખ લોકોને થશે અસર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!