GSTV
Home » News » આજની યાદીમાં ભાજપના એ નેતાઓના નામ છે જેને હરાવવા કોંગ્રેસ માટે કપરા ચઢાણ રહેશે

આજની યાદીમાં ભાજપના એ નેતાઓના નામ છે જેને હરાવવા કોંગ્રેસ માટે કપરા ચઢાણ રહેશે

rahul gandhi

આખરે છેલ્લા ત્રણ દિવસની મેરેથોન બેઠકો બાદ ભાજપે લોકસભા ચૂંટણી માટે 184 ઉમેદવારોની નામ જાહેર કર્યા છે. ભાજપ તરફથી પ્રથમ નામ પીએમ નરેન્દ્ર મોદીનું જાહેર કરાયુ છે. પીએમ નરેન્દ્ર મોદી તેમના જ સંસદીય ક્ષેત્ર વારાણસીથી ચૂંટણી લડશે. જોકે આ વખતે ગાંધીનગરથી લાલકૃષ્ણ અડવાણીનું પત્તુ કપાયુ છે. ગાંધીનગરથી ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત ભાજપે વર્તમાન પ્રધાનોને પણ રિપીટ કર્યા છે..જેમાં લખનૌથી રાજનાથ સિંહ, નાગપુરથી નીતિન ગડકરી, અમેઠીથી સ્મૃતિ ઈરાનીને ટિકિટ અપાઈ છે.

નરેન્દ્ર મોદી

તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વારાણસી લોકસભા બેઠક પરથી ચૂંટણી જંગના મેદાનમાં ઉતરશે.. ગુરૂવારે ભાજપની ચૂંટણી સમિતિની બેઠક બાદ પીએમ મોદીના વારાણસીમાંથી ચૂંટણી લડવાનું એલાન કરી દેવાયું. વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં પીએમ મોદી આ બેઠક પરથી 3 લાખ, 71 હજાર 784 મતની પ્રચંડ બહુમતીથી જીત્યા હતા.. નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અરવિંદ કેજરીવાલને આ બેઠક પરથી હાર આપી હતી.. જ્યારે કે કોંગ્રેસના ઉમેદવાર અજય રાયે ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો હતો.. વારાણસીમાં કુલ મતમાંથી ભાજપના ફાળે 56.5 ટકા મત ગયા હતા. 2014માં નરેન્દ્ર મોદી વારાણસી ઉપરાંત ગુજરાતની વડોદરા બેઠક ઉપરથી પણ લોકસભાની ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેમણે વડોદરા બેઠક છોડીને વારાણસી બેઠક પર પોતાનું સભ્યપદ ચાલુ રાખ્યું હતુ.

અમિત શાહ

જે.પી.નડ્ડાએ આજે લોકસભા ચૂંટણીની યાદી બહાર પાડી હતી. જેમાં ગુજરાતના નેતાઓની પણ યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં ગાંધીનગરથી અમિત શાહને લડાવવામાં આવ્યા છે. હંમેશાની જેમ ગાંધીનગરમાં ભાજપે રાષ્ટ્રીયકાર્ડ રમી સીટને જીવંત રાખવાની કોશિષ કરી છે. તો બીજી તરફ લાલ કૃષ્ણ અડવાણીનું પત્તુ કપાઈ ગયું છે. છેલ્લા કેટલાંય સમયથી લાલ કૃષ્ણ અડવાણીની રાજકીય સ્થિતિ રાજનીતિમાં સંન્યાસ લીધો હોય તેવા પ્રકારની હતી. લોકસભામાં પણ તેમણે ઓછી હાજરી આપી હતી ઉપરથી તેમના મત વિસ્તાર ગાંધીનગરમાં પણ છેલ્લા કેટલાય સમયથી સક્રિય નહોતા. સુત્રોમાં પણ ચર્ચા હતી કે ગાંધીનગરની સીટ ભાજપ પોતાની પાસે કાયમ રાખવા માટે રાષ્ટ્રીય નેતાને મેદાનમાં ઉતારશે. આ માટે એક સાથે ઘણા ઉમેદવારોના નામની ચર્ચા થઈ હતી જેમાંથી અમિત શાહને આજે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

નીતિન ગડકરી

કેન્દ્રીય પ્રધાન  નીતિન ગડકરીએ ફરીવાર મહારાષ્ટ્રની નાગપુર બેઠકથી ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે. ગત ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના ઉમેદવાર વિલાસ મુટેમવારને હાર આપી હતી.  ચૂંટણીમાં ગડકરીએ 2.85 લાખ મેળ મેળીને જીત હાંસલ કરી હતી.  ગડકરીના રાજકીય કરિયરની વાત કરવામાં આવે તો તેઓ 1981માં ભારતીય જનતા યુવા મોરચાના નગર અધ્યક્ષ બન્યા હતા. 1990માં  તેઓ પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. તેઓ 1995થી 1999 સુધી મહારાષ્ટ્ર સરકારમાં પીડબ્લ્યૂડી પ્રધાન રહ્યા.  2004માં નીતિન ગડકરી ભાજપના રાષ્ટ્રીય  અધ્યક્ષ પણ બન્યા. જે બાદ 2014માં તેઓ રોડ અને ટ્રાન્સપોર્ટ પ્રધાન પદે પણ રહ્યા.

સ્મૃતિ ઈરાની

ભાજપે ફરીવાર ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાનીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા. ગત ચૂંટણીમાં કોંગ્રેસ  અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનેને હરાવ્યા હતા. ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીને 34.4 ટકા મત મળ્યા  હતા.  એક અંદાજે તેઓ એક લાખ સાત હજાર 903 મતથી ઈરાની હાર્યા હતા. અમેઠી બેઠકને ગાંધી પરિવારની પરંપરાગત બેઠર માનવામા આવે છે. અહીં આઝાદી બાદ ગાંધી પરિવારનો હમેશા દબદબો રહ્યો છે.ચૂંટણીમા હાર્યા બાદ ઈરાની કેન્દ્રીય  એચઆરડી પ્રધાન બન્યા  હતા.

રાજનાથ સિંહ

ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ લખનઉથી ચૂંટણી લડશે. તેઓ ગત ચૂંટણીમાં બે લાખ 72 હજાર 749 મતોથી જીત્યા. તેમને ચૂંટણીમાં 5 લાખ 61 હજાર 106 મત મળ્યા હતા. રાજનાથસિંહના સંઘ સાથે સારા સંબંધ હોવાના કારણે તેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું પણ પદ મળ્યુ.  ઈમરજન્સી બાદ અનેક મહિના સુધી જેલમાં રહ્યા બાદ રાજનાથસિંહે 1975માં જનસંઘમાં રહીને મિર્જાપુરના જિલ્લા અધ્યક્ષ બન્યા.  20 ઓક્ટોબર, 2000મા તેઓ યુપીના સીએમ બનન્યા. જોકે, તેમનો કાર્યકાળ બે વર્ષનો રહ્યો. કેન્દ્રમાં એનડીએની સરકાર બનતાની સાથે તેઓ કેન્દ્રમાં કૃષિ પ્રદાન બન્યા. 2014ની ચૂંટણીમાં રાજનાથસિંહ યુપીના લખનઉથી ચૂંટણી લડ્યા અને ફરીવાર તેઓ લખનઉ બેઠકથી જ ચૂંટણી લડવાના છે.

READ ALSO

Related posts

મમતા બેનરજી કર્તાની ભેટ આપે છે, મોદીના ખુલાસા પર TMCએ આપ્યો આ જવાબ

Arohi

IPL 2019: નિર્ણાયક તબક્કે જ આઈપીએલની ચમક ફીકી પડશે, આ વિદેશી ખેલાડીઓ છે જવાબદાર

Bansari

ફેસબુક પર લાગી શકે છે 3.5 અબજ રૂપિયાનો દંડ, જાણો કારણ

Mansi Patel