UAEના ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાને અલ મિન્હાદ જિલ્લા અને તેની આસપાસના વિસ્તારોનું નામ બદલી ‘હિન્દી સિટી’ કરવાની જાહેરાત કરી છે. યુએઈની સત્તાવાર સમાચાર એજન્સી ડબલ્યૂએએમે આ અંગેની માહિતી આપી છે.WAMના જણાવ્યા મુજબ શહેરને 4 ક્ષેત્રોમાં વહેંચી ક્રમશઃ હિન્દી-1, હિન્દી-2, હિન્દી-3 અને હિન્દી-4 નામ રખાયા છે. આમાં સંયુક્ત આરબ અમિરાતના રહેવાસીઓ માટેના ઘરો છે. હિન્દી સિટીનો વિસ્તાર 83.9 કિ.મી.ના ક્ષેત્રમાં ફેલાયેલો છે. ઉપરાંત આ શહેર અમીરાત રોડ દુબઈ-અલ એન રોડ અને જેબેલ અલી-લેહબાબ રોડ જેવા મુખ્ય રસ્તાઓ સાથે જોડાયેલો છે. દુબઈના શાસનના નિર્દેશ અનુસાર અલ મિન્હાદ ક્ષેત્ર અને તેની આસપાસના ક્ષેત્રનું નામ બદલીને હિન્દી સિટી કરાયું છે.

બુર્જ દુબઈનું નામ બદલી કરાયું હતું બુર્જ ખલીફા
અગાઉ વર્ષ 2010માં દુબઈની પ્રખ્યાત બિલ્ડીંગ બુર્જ દુબઈનું નામ બદલવામાં આવ્યું હતું. તે દરમિયાન સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબુધાબીના શાસક શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાને બુર્જ દુબઈનું નામ બદલીને બુર્જ ખલીફા કરી દીધું હતું. ગત વર્ષે 13 મે-2022ના રોજ અબુ ધાબીના શાસક શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનનું નિધન થયું હતું.
જીલ્લાનું નામ બદલી નાખનાર શેખ કોણ છે
શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે અલ મિન્હાદ જિલ્લાનું નામ બદલીને હિન્દી સિટી કરી દીધું છે. તેઓ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી હોવા ઉપરાંત દુબઈના શાસક પણ છે. તેઓ UAEના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને દુબઈના શાસક શેખ રાશિદ બિન સઈદ અલ મકતૂમના ત્રીજા પુત્ર છે. વર્ષ 2006માં તેમના ભાઈ મકતૂમના નિધન બાદ તેમણે ઉપરાષ્ટ્રપતિ અને શાસક તરીકેનો પદભાર સંભાળ્યો હતો. અલ મકતૂમ વિશ્વના મુખ્ય રિયલ એસ્ટેટ ડેવલપર્સ તરીકે પણ ઓળખાય છે.
READ ALSO
- SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’
- તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી
- લંડનમાં ખાલિસ્તાનના વિરોધમાં હજારો ભારતીયો તિરંગો લઈને ભારતીય દૂતાવાસ બહાર ઉમટી પડ્યાં, બ્રિટિશ પોલીસકર્મીઓએ પણ ‘જય હો’ પર કર્યો ડાન્સ
- Breaking: દિલ્હી-NCRમાં અનુભવાયા ભૂકંપના ઝટકા, ઘણી વખત સુધી હલી ધરતી
- ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?