GSTV
NIB

જગદીશ ઠાકોર બન્યા કોંગ્રેસનાં નવા પ્રદેશ પ્રમુખ, પાર્ટીના સચિવે કરી સત્તાવાર જાહેરાત

કોંગ્રેસ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અઘ્યક્ષ તરીકે પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરની નિયુક્તિ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આખરે લાંબી મથામણના અંતે કોંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનુ સુકાન ઓબીસી નેતા જગદીશ ઠાકોરને સોપવા નિર્ણય કર્યો છે. આ ઉપરાંત સિનિયર આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવાની વિધાનસભા વિપક્ષના નેતાપદે પસંદગી કરાઇ છે. દિપક બાબરિયાના નામની ચર્ચા બાદ વિરોધનો વંટોળ ઉઠતા હાઇકમાન્ડે નિર્ણય ફેરવવો પડયો હતો. જોકે, આવતીકાલે સાંજે ચાર વાગે વિધાનસભા હોલમાં વિધાનસભા વિપક્ષાના નેતા અને પ્રદેશ પ્રમુખના નામની સત્તાવાર રીતે ઘોષણા કરશે.

Related posts

મધ્ય પ્રદેશ / નિર્માણાધીન ડેમની દિવાલમાં પડી તિરાડ, તંત્ર એલર્ટ

Zainul Ansari

હર ઘર તિરંગા અભિયાન વેપારીઓને ફળ્યો: 10 કરોડ ધ્વજના મળ્યા ઓર્ડર, 500થી 600 કરોડ રૂપિયાની કમાણી થવાની સંભાવના

Zainul Ansari

શ્રીનગર/ અલી કદરમાં સુરક્ષાદળો પર આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો, બે જવાનો ઈજાગ્રસ્ત

pratikshah
GSTV