GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

કલ્પના ચાવલાએ 18 વર્ષ પહેલાં વિશ્વમાં ઇતિહાસ રચ્યો, નાસાની સૌથી મોટી દુર્ઘટનાનું રહસ્ય આવશે બહાર

1 ફેબ્રુઆરી, 2003. હરિયાણાના કરનાલમાં જન્મેલી કલ્પના ચાવલાએ 18 વર્ષ પહેલાં વિશ્વમાં ઇતિહાસ રચ્યો હતો. અંતરિક્ષમાં જનાર પ્રથમ ભારતીય મહિલા બનનારી કલ્પના હતી. ભાગ્યે જ કોઈ જાણતું હશે કે સ્પેસ શટલ કોલમ્બિયા કદી પાછું ફરી શકશે નહીં. 16 જાન્યુઆરી, 2003 ના રોજ, લોંચ થયાના 82 સેકંડ પછી, ફોમ-ફીણનો એક ટુકડો શટલની સપાટી પરથી અલગ થઈ ગયો હતો. 15 દિવસ પછી શટલ જ્યારે પૃથ્થવી પર પરત ફરી રહ્યું હતું ત્યારે, નાસાના ઇતિહાસમાં એક સૌથી મોટા અકસ્માતનું કારણ આ છૂટા પડેલા નાના ટૂકડાના કારણ હતું. બ્રીફકેસ કદના એ ટૂકડો છૂટો પડતાં સપાચી ખૂલી થઈ ગઈ હતી. તેથી હવાનું ઘર્ષણ પરત ફતી વખતે વધી ગયું અને શટલ તુટી પડ્યું હતું. એ અલગ થયેલા નાના ટૂકડાને અમેરીકાની નાસાએ તેને હળવાશથી લીધો હતો.

નાસાના ઇતિહાસમાં એક સૌથી મોટા અકસ્માતનું કારણ

નાસાના સ્પેસ શટલ પ્રોગ્રામ મેનેજર વેઇન હેલે લગભગ 10 વર્ષ પછી  તે  દિવસ યાદ કર્યો કે કેવી રીતે તે નાના ફીણના ભાગે બધું બદલી નાખ્યું હતું. તેણે પોતાના બ્લોગમાં લખ્યું- ‘ફ્લાઇટ ડિરેક્ટર જ્હોન હાર્પોલ્ડને લાગ્યું કે જો કોલંબિયાને કોઈ નુકસાન થયું છે, તો તેના ક્રૂ માટે ન જાણવું વધુ સારું છે. તેમના માટે સફળ ફ્લાઇટ પૂર્ણ કરવામાં અને ઓક્સિજન સમાપ્ત ન થાય ત્યાં સુધી ભ્રમણકક્ષામાં ભટક્યા કરતાં, પૃથ્વી પર આવતી વખતે છેલ્લી ક્ષણો વિતાવે તે વધારે યોગ્ય હતું.

જોનસન સ્પેસ સેન્ટરના ઇજનેરો સારી રીતે જાણતા હતા કે શું થયું છે. તેમણે સિનિયર મેનેજમેન્ટને ચેતવણી આપવાનો પ્રયત્ન કર્યો હતો. પણ તેમની વાત સાંભળી નહીં. જ્યારે ઓર્બિટરમાંથી ડેટા આવવાનું બંધ થઈ ગયું, ત્યારે રોડની રોશાને સમજાયું કે તેના સેન્સર ટેલિમેટ્રીમાં કંઈક ખોટું હતું. લોન્ચિંગ દરમિયાનના એક વીડિયોમાં ઓર્બિટરની બાહ્ય બળતણ ટાંકીમાંથી ફીણ ડાબી બાજુ નિકળતાં નજરે પડ્યો હતો. પરંતુ વીડિયો સ્પષ્ટ ન હતો. કોઈ નુકસાન થયું છે કે કેમ તે અંગે કોઈને જાણ નહોતી. રોશા મિશન મેનેજમેન્ટની ટીમને વિનંતી કરી હતી કે સંરક્ષણ વિભાગને કોઈપણ કિંમતે વધુ સારા ફોટોગ્રાફ્સ લેવા કહે.  પરંતુ તેઓએ સાંભળ્યું ન હતું. આખરે પૃથ્વી પર પાછા ફરતા, કોલમ્બિયા ટેક્સાસ ઉપર તૂટી પડ્યું, અને તે સાથે જ વિશ્વએ કલ્પના ચાવલા સહિત 7 સક્ષમ અવકાશયાત્રીઓ ગુમાવ્યા હતા.

વિશ્વએ કલ્પના ચાવલા સહિત 7 સક્ષમ અવકાશયાત્રીઓ ગુમાવ્યા

તપાસમાં સાબિત થયું કે બ્રીફકેસ કદના ફીણ-ફોમનો લગાવેલો ચૂકડો અકસ્માતનું કારણ હતું. જ્યારે પૃથ્વી પર શટલ પરત ફરી રહ્યું હતું ત્યારે ગરમ ગેંસ શટલની અંદર પ્રવેશી ગયા હતા. પછી એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. નાસાએ સુરક્ષા ધોરણની અવગણના કરી હતી. નાસાની બેદરકારી હતી. આ પહેલી ઘટના નથી જ્યારે ફોમ બાહ્ય બળતણ ટાંકીમાંથી બહાર નીકળી ગયું હોય. એસટીએસ -7 (1983), એસટીએસ -32 (1990), એસટીએસ -50 (1992) અને એસટીએસ -112 માં પણ આ ઘણા વર્ષોથી આવું બન્યું હતું. પરંતુ આ મિશનને કોઈ નુકસાન થયું નથી. તેથી, નાસાએ તેને મોટો ખતરો માન્યો ન હતો.

READ ALSO

Related posts

વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા માત્ર દેખાડો, આ પક્ષમાં બધું ય છે નક્કી

pratik shah

હોટ-સ્પોટ બની રહેલા પશ્ચિમના વિસ્તારો, શહેરમાં વાયરસનું જોર ઘટ્યું છેલ્લા 24 કલાકમાં 162 કેસો નોંધાયા

pratik shah

શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય: ધો.10-12ની પૂરક પરીક્ષાઓ જુલાઈમાં નહી લેવાય, વધતા કેસો વચ્ચે સપ્ટેમ્બર સુધી શક્ય નથી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!