GSTV

મુસ્લિમ પર્સનલ લો બોર્ડની ચેતવણીઃ જો સંસદમાં ટ્રિપલ તલાકનો વટહુકમ લાવશે તો કરશું આ કામ

Last Updated on December 16, 2018 by

ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે રવિવારે કહ્યું કે જો ટ્રિપલ તલાક પર સંસદમાં કાયદો બનાવવાનો પ્રયાસ કરાશે તો તેઓ આ બાબતને કોર્ટમાં પડકારશે. કેન્દ્ર સરકાર ટ્રિપલ તલાક પર વટહુમક લાવી છે. જેની સમય મર્યાદા છ મહિનાની હશે. જો તે પસાર થઇ જશે તો કોઇ વાંધો નથી પરંતુ જો સંસદમાં આ માટે કાયદો બનાવાશે તો આ પ્રક્રિયાને કોર્ટમાં પડકારીશું. રવિવારે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની કાર્યકારીણી સમિતિની બેઠક યોજાઈ.

જે બાદ બોર્ડના વરિષ્ઠ સભ્ય કાસિમ રસૂલ ઇલિયાસે આ વાત જણાવી. ઇલિયાસે જણાવ્યું કે બોર્ડનું સ્પષ્ટ વલણ છે કે તે બાબરી મસ્જિદ મામલે કોર્ટનો અંતિમ નિર્ણય સ્વીકારશે. બેઠકમાં તે વાત પર પણ સહમતી વ્યક્ત કાઇ કે સરકાર રામ મંદિર બનાવવા માટે વટહુકમ અથવા કાયદો બનાવવાની માગણીની સાથે આપવામાં આવી રહેલા ઝેરીલા નિવેદનો પર રોક લગાવે.

Related posts

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનો હોબાળો / કોના ઓઠા હેઠળ કરોડોનું ડ્રગ્સ મુંદ્રા પોર્ટ પર ઉતર્યું, સરકાર જવાબ આપે

Dhruv Brahmbhatt

અંગ્રેજો પેટ્રોલ માટે કરી રહ્યા છે ભાગમભાગ: બ્રિટનમાં પેટ્રોલ-ડીઝલની અછત, 90 ટકા ફ્યુલ સ્ટેશન સદંતર ખાલી: પંપો પર સેનાને કરાશે તૈનાત

pratik shah

તમે વિચાર્યા પણ નહીં હોય એટલાં ગુજરાતી માછીમારો હજુ પણ પાકિસ્તાનની જેલમાં છે કેદ, સરકારે આપ્યો આ જવાબ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!