GSTV
Home » News » ફૂટપાથ અને દુકાનોમાં પૂતળા પર મહિલાઓના અંતર્વસ્ત્ર ડિસ્પ્લે ઉપર આ પાલિકાએ પ્રતિબંધ મૂક્યો

ફૂટપાથ અને દુકાનોમાં પૂતળા પર મહિલાઓના અંતર્વસ્ત્ર ડિસ્પ્લે ઉપર આ પાલિકાએ પ્રતિબંધ મૂક્યો

મુંબઇના ફૂટપાથ પર હવેથી મહિલાઓના અંતર્વસ્ત્રને પૂતળા પર પહેરાવીને વિક્રી કરી શકાશે નહિ એવો મહત્વનો નિર્ણય મુંબઇ મહાનગર પાલિકાએ કર્યો છે. અંતર્વસ્ત્રની દુકાનની બહાર મેનેકિન એટલેકે પ્લાસ્ટિકના પૂતળાને મહિલાના અંતર્વસ્ત્ર પહેરાવીને હવેથી જોવા મળશે નહીં આ અંગે ભાજપે કરેલી માગણીનો સાત વર્ષ બાદ પાલિકાએ દાદ આપી.

માત્ર મુંબઇ નહિ પણ પ્રત્યેક શહેરના ફૂટપાથ પર મહિલાના અંતર્વસ્ત્રોના બિભત્સ પ્રદર્શન કરાય છે. હવેથી આ રીતે મહિલાના અંતર્વસ્ત્રોની જાહેરાત તથા વેચાણ કરી શકાશે નહીં. એવો આદેશ મુંબઇ મહાનગર પાલિકાએ આપ્યો છે. ભાજપના ભૂતપૂર્વ નગરસેવિકા રિતુ તાવડેએ વર્ષ ૨૦૧૩માં આ મામલે જોરદાર વિરોધ થયો હતો.

ફૂટપાથ નહિ પણ મોટી દુકાનો શોપિંગ સેન્ટર, મોલમાં મેનેક્વિન પર આંતર્વસ્ત્રો પહેરાવીને અંગપ્રદર્શન કરવામાં આવે છે. પાલિકાના આદેશના લીધે આ પ્રકાર હવે આંતર્વસ્ત્રોના પ્રદર્શન કે જાહેરાત કરવા પર પ્રતિબંધ મૂકાયો છે.આ અંતર્વસ્ત્રોના પ્રદર્શન પર પ્રતિબંધ યોગ્ય કહેવાશે, એમ નગરસેવિકાઓ જણાવે છે.

READ ALSO

Related posts

અર્જૂન રેડ્ડી બાદ હવે વિજય દેવરાકોંડાની આ ફિલ્મની બનશે હિન્દી રિમેક

Bansari

સેંકડો હિંદુ છોકરીઓને જબરજસ્તી મુસ્લિમ બનાવનાર આ પાકિસ્તાની મૌલવીને જોઇએ છે હિંદુસ્તાની બેગમ

NIsha Patel

‘ભારતમાં જ રચાયું હતું પુલવામા હુમલાનું કાવતરું, જૈશના કારણે પાકિસ્તાન પર લાગ્યો આરોપ’

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!