હાલ કાશ્મીર ખીણના ઘણા ભાગોમાં આજરોજ બરફવર્ષા થઈ હતી જ્યારે અન્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો, જેના કારણે ખીણના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. બરફવર્ષાને કારણે શ્રીનગર-જમ્મુ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે અને ખરાબ હવામાનને કારણે વૈષ્ણોદેવી ધામમાં કાર્યરત હેલિકોપ્ટર સેવા સ્થગિત કરવામાં આવી છે. આ માહિતી અધિકારીઓએ આપી હતી.
તેમણે કહ્યું હતું કે, ખીણના ઘણા ભાગોમાં ખાસ કરીને દક્ષિણમાં રાત્રિ દરમિયાન ફરીથી બરફવર્ષા થઈ હતી. અધિકારી ના જણાવ્યા અનુસાર ખીણના પ્રવેશદ્વારા માનવામાં આવતા દક્ષિણ કાશ્મીરના કાઝીગુંડ અને નજીકના કોકરાંગમાં લગભગ છ ઇંચ બરફવર્ષા નોંધાઈ છે. તેમણે કહ્યું કે અનંતનાગમાં પણ ત્રણ ઇંચ બરફ પડ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, દક્ષિણ કાશ્મીરના શોપિયાં, પુલવામા અને કુલગામ જિલ્લામાં પણ બેથી સાત ઇંચ બરફ પડ્યો છે.પ્રખ્યાત પર્યટન સ્થળો ગુલમર્ગ અને પહેલગામ પણ બે ઇંચ ઘટ્યું છે.

તેમણે કહ્યું હતું કે, ખીણના ઉત્તરીય ભાગોમાં પણ તાજી બરફવર્ષા થઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, વહીવટીતંત્રે રસ્તાઓ પરથી બરફ દૂર કરવા માટે કર્મચારીઓ અને મશીનોને રોક્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શ્રીનગર સહિત ખીણના અન્ય ભાગોમાં વરસાદ નોંધાયો છે પરંતુ, આ કારણે શ્રીનગર એરપોર્ટથી કાર્યરત ફ્લાઇટ્સને અસર થઈ નથી કારણકે, દૃશ્યતા લગભગ ૧૦૦૦ મીટર છે.
તેમણે કહ્યું કે શનિવારે રાત્રે ખીણના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં નજીવો ઘટાડો થયો છે. જમ્મુ-કાશ્મીરની ઉનાળુ રાજધાની શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન 0.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે ગઈરાત્રે 2.3 ડિગ્રીથી ઓછું હતું, એમ તેમણે જણાવ્યું હતું. ગુલમર્ગ અને પહેલગામમાં લઘુત્તમ તાપમાન અનુક્રમે માઇનસ 6.0 ડિગ્રી અને 1.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
હવામાન વિભાગે આગાહી કરી છે કે રવિવાર સાંજ સુધી જમ્મુ-કાશ્મીરના મોટા ભાગોમાં હળવા સાથે મધ્યમ વરસાદ અથવા બરફવર્ષા ચાલુ રહેશે. આ પછી આગામી બે દિવસ સુધી છુટાછવાયા સ્થળોએ વરસાદ કે બરફવર્ષા થવાની શક્યતા છે. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે આ પછી મહિનાના અંત સુધી હવામાન સૂકુ રહેવાની શક્યતા છે અને વરસાદ કે બરફવર્ષાની કોઈ આગાહી નથી.

વર્તમાન સમય દરમિયાન અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુથી શ્રીનગરને જોડતો 270 કિલોમીટર લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ રવિવારે ભારે વરસાદ અને બરફવર્ષાને કારણે ભૂસ્ખલનને કારણે ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, રસ્તો બંધ થવાને કારણે ચંદરકોટ અને રામસુ વચ્ચે 1000 જેટલી ટ્રકો ફસાઇ ગઇ હતી અને વહીવટીતંત્ર દ્વારા આ માર્ગને ટ્રાફિક માટે ખુલ્લો કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
રિયાસી જિલ્લાના ત્રિકુટાની પહાડીઓમાં સ્થિત માતા વૈષ્ણોદેવીના દર્શન માટે ચલાવવામાં આવતી હેલિકોપ્ટર સેવા પણ ખરાબ હવામાનને કારણે સ્થગિત કરી દેવામાં આવી છે પરંતુ, રસ્તામાં ભૂસ્ખલન છતાં માતા વૈષ્ણોદેવીની યાત્રા ચાલુ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. વરિષ્ઠ પોલીસ અધિક્ષક (ટ્રાફિક) શબીર અહમદ મલિકે જણાવ્યું હતું કે રામબનમાં જમ્મુ-શ્રીનગર હાઇવે કાફેટેરિયા ટર્ન, દુગ્ગી પુલી (ચંદ્રકોટે) અને પંથિયાલ સહિત અનેક સ્થળોએ ખડકો પડવાના કારણે રાતથી જ રસ્તો બંધ છે. તેમણે કહ્યું કે, રવિવાર સવારથી આ માર્ગથી જમ્મુથી શ્રીનગર સુધી કોઇપણ વાહનને ચાલવાની મંજૂરી આપવામાં આવી નથી.
Read Also
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં