માતા પોતાના દિકરાના ઘરે આવી અને વહુએ દસ્તો મારીને કરી હત્યા, પછી કહ્યું કે….

જેતપુરમાં અમીધારા એપાર્ટમેન્ટમાં પુત્ર કનુભાઇના ઘરે આંટો મારવા આવેલા માતા રતનબેન જલુને વહુ સાથે ઘર કંકાસ થતાં વહુએ ઉશ્કેરાઈ સાસુના માથામાં લોખંડનો દસ્તો મારી હત્યા કરી નાંખ્યા બાદ અકસ્માતે મોત છે. તેવું બતાવવા પોતાની પુત્રીની મદદથી લાશ સીડીએથી ફેંકી દીધી હતી. પરંતુ ફોરેન્સીક પીએમ બાદ અકસ્માતે મોતને બદલે હત્યાનો રિપોર્ટ આવતા પોલીસે સાસુની હત્યાના ગુન્હામાં વહુ અને પૌત્રીની ધરપકડ કરી હતી.

આ સમગ્ર ઘટનામાં વૃધ્ધાનું મોત માથામાં કોઈ બોથડ પદાર્થ ફટકારવાથી થયું હોવાનું પીએમ રિપોર્ટ આવતા પોલીસે એપાર્ટમેંટમાં રહેલ સીસીટીવીની તપાસ કરતા વૃધ્ધાની લાશને ખેંચીને સીડી સુધી લઈ જતા અને લાશ ઢસડી ત્યાં પડેલ લોહીના ડાઘા સાફ કરતા સીસીટીવી બે મહિલાઓ દેખાતા પોલીસે મૃતકની વહુ રેખાબેન અને પૌત્રી હેતલની પૂછપરછ કરતા રેખાબેને પોતાનો ગુન્હો કબુલી લેતા તેની ધરપકડ કરાઇ હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter