GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

તેજસ નૌકાદળમાં સામેલ થવાં સજ્જ : મુશ્કેલ પરીક્ષણ પાર પાડયું

તેજસે નૌકાદળમાં સામેલ થવાની પૂરતી સજ્જતા સિદ્ધ કરી બતાવી છે. મુશ્કેલ ગણાતું એરેસ્ટેડ લેન્ડિંગ કરીને તેજસે પરીક્ષણ પાર પાડયું હતું. ગોવાના સમુદ્રમાં આ પરીક્ષણ થયું હતું. લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસનું સૌથી મહત્વનું પરીક્ષણ હાથ ધરાયું હતું. નૌકાદળમાં સામેલ થાય તે પહેલાં તેનું અરેસ્ટેડ લેન્ડિંગનું પરીક્ષણ બાકી હતું, એમાં તેજસને પૂરી સફળતા મળી છે. ડીઆરડીઓએ અરેસ્ટેડ લેન્ડિંગની ખરાઈ પછી જાહેરાત કરી હતી કે તેજસે મહત્વપૂર્ણ પડાવ પાર કરી લીધો છે. અરેસ્ટેડ સ્વદેશી વિમાન ધરાવતા દેશોમાં ભારતનો સમાવેશ થયો છે.

અગાઉ અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, રશિયા અને ચીન આ પાંચ દેશો પાસે અરેસ્ટેડ લેન્ડિંગના વિમાનની ટેકનિક હતી.  અરેસ્ટેડ લેન્ડિંગ એને કહેવાય છે કે જે યુદ્ધજહાજના નાનકડા રન-વે ઉપર હળવેકથી લેન્ડિંગ કરી શકે. લેન્ડિંગ કરવા માટે જ્યારે જમીન ઉપલબૃધ હોય ત્યારે એરક્રાફ્ટના વજનનો પ્રશ્ન થોડો ગૌણ બની જાય છે,

પરંતુ યુદ્ધજહાજની ઓછી જગ્યામાં લેન્ડિંગ કરાવવાનું હોય અને વળી યુદ્ધજહાજ નિયતમાત્રામાં જ વજન વહન કરી શકે એવી સિૃથતિમાં લેન્ડિંગની ટેકનિક ખૂબ મહત્વની હોય છે. આઈએનએસ વિક્રમાદિત્ય પર અરેસ્ટેડ લેન્ડિંગ કરીને એરક્રાફ્ટ તેજસ પરીક્ષામાં પાસ થયું હતું. તેજસ હવે ઓપરેશનલ બને તે દિશામાં વધુ એક પગલું ભરાયું છે. નૌકાદળમાં સમાવેશ થાય તે માટેની મહત્વની તમામ સજ્જતા તેજસે સિદ્ધ કરી બતાવી છે.

READ ALSO

Related posts

પાલનપુર પાલિકાના પ્રમુખ સામે ગેરરીતિની દાખલ થઈ ફરિયાદ,

pratik shah

આ ખૂબસુરત ચીની મહિલાના રાજકીય દાવપેચોએ ભારત અને નેપાળના સંબંધો બગાડ્યા, મોદી ઉંઘતા ઝડપાયા

Arohi

ભારતે ચીનની દુખતી નસ પર દબાવ્યો હાથ, UNમાં એવો મામલો ઉઠાવ્યો કે ફફડી જશે ડ્રેગન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!