સૌથી મોંઘા સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે આ 4 ભારતીય ખેલાડી, જાણો પ્રથમ નંબરે કોણ છે

આજે અમે 4 એવા ક્રિકેટરો અંગે જણાવવા જઇ રહ્યાં છે કે આખરે તેઓ કયા સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે.

વિરાટ કોહલી

વિરાટ કોહલી એપલ સ્માર્ટફોનના દીવાના છે. ઉલ્લેખનીય છે કે વર્તમાનમાં વિરાટ કોહલી આઈફોન એક્સનો ઉપયોગ કરે છે, જેની કિંમત ફ્લિપકાર્ટમાં 98,945 રૂપિયા છે.

યુવરાજ સિંહ

યુવરાજ સિંહ એક આક્રમક બેટ્સમેન છે અને તેઓ પણ આઈફોનના ક્રેઝી છે. યુવરાજ સિંહ વર્તમાનમાં આઈફોન 7નો ઉપયોગ કરે છે, જેની કિંમત ફ્લિપકાર્ટમાં 51,950 રૂપિયા છે.

રોહિત શર્મા

ભારતીય ક્રિકેટ ટીમના સૌથી આક્રમક બેટ્સમેન રોહિત શર્મા આઈફોન જેવી બ્રાન્ડનો શોખ ધરાવતા નથી. અહીં જણાવવાનું કે રોહિત શર્મા સેમસંગ ગેલેક્સી એસ8નો ઉપયોગ કરે છે, જેની કિંમત ફ્લિપકાર્ટમાં 45,590 રૂપિયા છે.

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોનીને તમે ઘણી વખત લાવાના સ્માર્ટફોનનો પ્રચાર કરતા જોયા છે, પરંતુ હાલમાં મહેન્દ્ર સિંહ ધોની બ્લેકબેરી ઝેડ 3નો ઉપયોગ કરે છે, જેની કિંમત ફ્લિપકાર્ટમાં 16,141 રૂપિયા છે. આ સિવાય મહેન્દ્ર સિંહ ધોનીને ઘણી વખત આઈફોન 7 પ્લસની સાથે પણ જોયા છે, જેની કિંમત ફ્લિપકાર્ટમાં 51,950 રૂપિયા છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter