2019ની લોકસભા ચૂંટણી બનશે વિશ્વના ઈતિહાસની સૌથી મોંઘી ચૂંટણી

chowkidar chor he

2019ની લોકસભા ચૂંટણી ખરાખરીની સાથે ખર્ચાનો પણ જંગ છે. કેન્દ્ર સ્થાને આવવાની સાથે વધારે રૂપિયા ખર્ચવાની પણ હોડ લાગેલી છે. નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને મહાગઠબંધન સિવાય આ વખતેની ચૂંટણી ઘણા અવનવા રેકોર્ડ સર્જવાની દિશામાં છે કારણ કે, આ ચૂંટણી વિશ્વના ઈતિહાસની સૌથી મોટી ચૂંટણી સાબિત થવાની છે. જેમાં સરકારી ખર્ચનો પણ સમાવેશ થાય છે. અમેરિકી થિન્ક ટેન્ક ‘કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ’માં સિનિયર ફેલો તથા દક્ષિણ એશિયા કાર્યક્રમના ડાયરેક્ટર મિલન વૈષ્ણવ મુજબ અમેરિકાના હાલના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ અને વિરોધી વચ્ચે 650 કરોડ ડોલર એટલે કે આશરે 46,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

ફરી ભારત પર આવીએ તો ગત્ત વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતિ સાથે ભાજપનો વિજય થયો હતો. જેમાં નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી હતી. આ ચૂંટણીમાં 500 કરોડ ડૉલર એટલે કે 35,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. 2019ની ચૂંટણીમાં આ આંકડો ડબલ થવાના એંધાણ વર્તાય રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં અંદાજે 70 હજાર કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે. 2014માં ઉમેદવારોના ખર્ચની મર્યાદા 40 લાખ રૂપિયાથી વધારીને 70 લાખ સુધીની કરી દેવામાં આવી હતી. જેના કારણે હવે ઈતિહાસની સૌથી મોંઘી ચૂંટણીમાં ભારતની ચૂંટણીનો સમાવેશ થઈ શકે છે. ઉપરથી 2019ની ચૂંટણી જીતી કેન્દ્રમાં આવવા માટે આ વખતે તમામ પક્ષો એડિચોંટીનું જોર લગાવી રહ્યા છે. મતદારોને લોભાવવા માટે પૈસા ખર્ચવા પડે ઉપરથી ભારતની વસતિને જોતા આ વખતેની ચૂંટણી ખર્ચમાં પણ નવો કિર્તીમાન સર્જશે.

સ્વતંત્ર ભારત દેશમાં છેલ્લા 67 વર્ષથી ચૂંટણી થતી આવે છે. દર પાંચ વર્ષ યોજાતિ ચૂંટણીમાં વર્તમાન સમયે ખર્ચ 342 ગણો વધી ગયો છે. 1952ની પ્રથમ લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો લોકસભા અને સાથે વિધાનસભાની ચૂંટણીનો ખર્ચ 10 કરોડ રૂપિયા થયો હતો. જેની તુલનાએ 2014 પર નજર કરવામાં આવે તો 3,426 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter