સૌથી કઠિન માનવામાં આવતી GPSCની પરીક્ષાના પેપરમાં હતી આવી ભૂલ

GPSCની વર્ગ 1 અને 2ની આજે લેવાયેલી પરીક્ષાના પેપરના પ્રિન્ટીગમાં ભૂલ સામે આવી છે. પરીક્ષાર્થીઓ માટેના પ્રશ્નપત્રમાં 1થી 200 પ્રશ્નનો ઉલ્લેખ છે. પરંતુ પરીક્ષાર્થીઓ માટેની સૂચનામાં 1થી 300 પ્રશ્નોનો ઉલ્લેખ કરાયો છે. 300 પ્રશ્નોના 1-1 ગુણનો ઉમેદવારો માટેની સૂચનામાં ઉલ્લેખ કરતા પરીક્ષાર્થીઓ મુંઝાયા હતા. સામાન્ય રીતે 200 પ્રશ્નોનુ GPSCનું પેપર હોય છે. કુલ 294 જેટલી જગ્યાઓ પર ભરતી માટે રવિવારે યોજાયેલી પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter