GSTV
Home » News » ચંદ્રયાન-2નો સૌથી જટીલ તબક્કો પૂર્ણ: 13 દિવસ સુધી ચંદ્રમાની પરિક્રમા કરશે, ISROએ આપી માહિતી

ચંદ્રયાન-2નો સૌથી જટીલ તબક્કો પૂર્ણ: 13 દિવસ સુધી ચંદ્રમાની પરિક્રમા કરશે, ISROએ આપી માહિતી

પૃથ્વીથી ત્રણ લાખ 84 હજાર કિલોમીટર દૂર પહોંચેલુ ચંદ્રયાન-2 હવે ચંદ્રની પરિક્રમા કરતુ થઈ ગયું છે. ઈસરોના વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક તેને ચંદ્રની ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યું છે. ચંદ્રયાન-2 હવે 31 ઓગસ્ટ સુધી ચંદ્રની પરિક્રમા કર્યા બાદ દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવા રવાના થશે.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના ચંદ્રયાન-2એ લોન્ચિંગના 29 દિવસ પછી સફળતાપૂર્વક ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યો છે. ચંદ્રયાન 150 કિમી દૂર હતું ત્યારે તેની ગતિમાં બદલાવ કરવામાં આવ્યો અને સફળ રીતે સવારે 9 વાગ્યાને 2 મિનિટે તેને ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચાડવામાં આવ્યું. ઈસરોના ચેરમેને પણ સ્વીકાર્યું છે કે સૌથી જટીલ તબક્કો પૂરો થયો છે.

હવે ચંદ્રયાન-2 13 દિવસ સુધી ચંદ્રમાની પરિક્રમા કરશે. ચંદ્રની પરિક્રમા કરનારા ચંદ્રયાન-2ના એન્જિનની હજુ ચાર વખત ચાલુ કરવામાં આવશે. 21 ઓગસ્ટે પહેલીવાર એન્જિન ચાલુ કરાશે. જે બાદ 28 ઓગસ્ટ, 30 ઓગસ્ટ અને પહેલી સપ્ટેમ્બરે પણ એન્જિન ચાલુ કરાશે. જે બાદ બીજી સપ્ટેમ્બરે લેન્ડર ઓર્બિટરથી અલગ થશે.

ત્રીજી સપ્ટેમ્બરે ત્રણ સેકન્ડ માટે ચંદ્રયાનનું સ્થાન બદલાશે. જેનાથી નક્કી થશે કે લેન્ડર યોગ્ય રીતે કામ કરે છે કે નહીં. અને સાત સપ્ટેમ્બરે રાતે 1 વાગીને 55 મિનિટે પહેલાથી નિર્ધારીત કાર્યક્રમ પ્રમાણે તેને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરાશે.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જ્વાળામુખી અને ખરબચડી સપાટી હોવાને લીધે અહીં લેન્ડિંગ કરવામાં ભારે જોખમ હોવાનું મનાય છે. જોકે ઈસરોએ ચંદ્રયાન-2ને અહીં જ ઉતારવાનો પડકાર ઝીલ્યો છે. ઈસરો ચંદ્રયાન-2ને સમસયર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવા માંગે છે. જેથી લેન્ડર અને રોવર નિયત શિડ્યુલ પ્રમાણે કામ કરી શકે. લેન્ડિંગ પર એવી જગ્યાએ નક્કી કરાયું છે જ્યાં સૂર્યપ્રકાશ સૌથી વધુ હોય. 21 સપ્ટેમ્બર બાદ દક્ષિણ ધ્રુવ પર પ્રકાશ ઓછો થતો જશે. એટલે એ પહેલા લેન્ડર અને રોવર 15 દિવસ સુધી ચંદ્રની સપાટી પર કામ કરી શકશે.

READ ALSO

Related posts

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

Riyaz Parmar

આ દેશમાં રૂપિયાની નહીં પણ ટોઈલેટની થઈ ચોરી, કિંમત જાણશો તો આંખો ફાટી જશે

Kaushik Bavishi

માંદા અર્થતંત્રને સાજુ કરવા મોદી સરકારે કમર કસી, વધુ એક ‘બુસ્ટર ડોઝ’ આપવાની તૈયારી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!