GSTV

દુનિયાનો સૌથી ક્રૂર જલ્લાદ, આ શખ્સે પોતાનાં જ 17 દોસ્તોને લટકાવ્યા ફાંસીનાં માચડે

Last Updated on January 31, 2020 by pratik shah

જલ્લાદોનું કામ જેલમાં બંધ કેદીઓને ફાંસીના માંચડે લટકાવાનું હોય, જેને કોર્ટ દ્વારા મોતની સજા મળી હોય. જોકે, દુનિયામાં ઘણા ઓછા જલ્લાદ છે, પરંતુ જે છે તે ઘણા ચર્ચિત છે. આજે અમે એવા જ એક જલ્લાદ વિશે જણાવા જઇ રહ્યાં છે જેને જેલમાં બંધ પોતાના 17 મિત્રોને એક-એક કરી ફાંસી પર લટકાવ્યાં. કદાચ આ દુનિયામાં એક માત્ર જલ્લાદ છે જેણે આમ કર્યું હોય.

આ જલ્લાદનું નામ છે બાબુલ મિયા અને તે બાંગ્લાદેશનો રહેવાસી છે. રસપ્રદ વાત એ છે કે બાબુલ મિયાને એક ખુનના ગુનામાં 31 વર્ષની સજા મળી હતી, પરંતુ પાછળથી તેણે જેલના અધિકારીઓના કહેવા પર જલ્લાદ બનાવો નિર્ણય લીધો.

બાબુલ મિયાએ જણાવ્યું કે જેલના અધિકારીઓએ એકવાર મને બોલાવીને કહ્યું કે જો હું જલ્લાદ બની જઉ તો મારા દ્વારા આપવામાં આવતી દરેક ફાંસી પર તેની સજામાં બે મહિનાની  ઘટાડી દેવામાં આવશે. આ તકને મે ઝડપી લીધી. ખાસ વાત એ છે કે જેલમાં સજા કાપતી વખતે તેના ઘણા મિત્રો બની ગયા હતા જે કોઇ ગુનામાં સજા કાપી રહ્યાં હતા. પરંતુ એક-એક કરી તે લોકોને કોર્ટે મોતની સજા સભંળાવી તો તેમણે જે મિત્રો કે સાથીઓને પાછળથી ફાંસી પર લટકાવી દીધા.

મિયાએ કહ્યું તેમને તે પરિસ્થિતિ પર ખુબ દુખ થાય છે જેના કારણે તે જેલમાં પહોંચ્યા. 1989માં તેમના મોટાભાઇએ અંગત વેરના કારણે પાડોશીને મારી નાખ્યો અને પરિવારના લોકોએ દબાણ ઉભુ કર્યું કે હું ગુનો મારે માથે મઢી લઉ. મને વિચાર આવ્યો કે હું 17 વર્ષનો છું જજ મને છોડી મુકશે, પરંતુ મને 31 વર્ષની સજા મળી અને મારા મોટાભાઇને 12 વર્ષની જ્યારે અન્ય એક ભાઇને 10 વર્ષની સજા મળી હતી.

21 વર્ષ જેલમાં સજા કાપ્યા બાદ વર્ષ 2010માં બાબુલ મિયાંને ક્ષમાદાન મળ્યુ અને તેમને છોડી મુકવામાં આવ્યા હતા. બાબુલ મિયા જેલમાંથી છુટ્યા બાદ ખેતીવાડી સંભાળી, લગ્ન કર્યા અને વર્ષ 2011માં પિતા બન્યા. તેમણે કહ્યું કે હું નથી ઇચ્છતો કે મારા બાળકોનું જીવન મારી જેમ પસાર થાય. હું મહેનત કરીશ અને મારા સાંતાનમાં સારુ માહોલ પુરૂ પાડીશ. મારી જેમ તેનું જીવન પસાર કરે તે કલ્પના માત્રથી રૂંવાડા ઉભા થઇ જાય છે.’

બાબુલ મિયાં એ જણાવ્યું કે જલ્લાદ બનવા માટે જેલ તરફથી તેમને પ્રશિક્ષણ મળ્યું. ફાંસીનો તખ્તો કેવી રીતે તૈયાર કરવો, ફંદો કેવી રીતે બનાવો આ બધું તેમને જેલ તરફથી શીખવાડવામાં આવ્યું. આ ઉપરાંત જેલ તરફથી સૌથી જરૂરી વાત જણાવામાં આવી કે ફાંસી પર લટકાવનારની આંખોમાં ક્યારે જોવું નહીં. બાંગ્લાદેશમાં ફાંસીને લઇને એક પરંપરા છે જેને જાણીને તમને નવાઇ થશે. બાંગ્લાદેશમાં ફાંસીની સજા હંમેશા અડધી રાતે બાર વાગ્યેને એક મિનિટ પર જ આપવામાં આવે છે. આ અંગે કેદી અને તેમના પરિવારજનોને એક બે દિવસ પહેલા જાણ કરી દેવામાં આવે છે. બાબુલ મિયાં બાંગ્લાદેશના પહેલા રાષ્ટ્રપતિ શેખ મુજીબુર્રહમાનના પાંચ ખુનીને પણ વર્ષ 2020માં ફાંસી પર લટકાવી ચુક્યા છે અને આ તામામ ત્યાંના સૈન્ય અધિકારી હતા. વર્ષ 1975માં બાંગ્લાદેશમાં તખ્તોપલટ કરવા માટે આ સૈન્ય અધિકારીઓએ તત્કાલીન રાષ્ટ્રપતિ શેખ મુજીબુર્રહમાનના ઘર પર હુમલો કર્યો હતો અને રાષ્ટ્રપતિ સહિત તેમની પત્ની, તેમના ત્રણ પુત્ર અને બે પુત્રવધૂ સહિત 20 અન્ય લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

READ ALSO

Related posts

મોદી સરકાર ભરાશે/ પેગાસસ જાસૂસીમાં હવે નીતિશકુમારે ઉઠાવ્યો સવાલ, સરકારે કરવી જોઈએ તપાસ

pratik shah

પર્દાફાશ/ 6 હજાર રૂપિયાની છેતરપિંડીની હતી તપાસ : પોલીસે કાર્યવાહી કરી તો 50 કરોડનું નીકળ્યું કૌભાંડ, 28 હજાર લોકો હતા છેતરાયા

Pritesh Mehta

વિદેશી વેક્સિન મામલે ભારતને લાગ્યો સૌથી મોટો ઝટકો, જ્હોનસને ઈમરજન્સી ઉપયોગની મંજૂરીની અરજી પરત ખેંચી!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!