GSTV
Home » News » દેશના આ વિસ્તારમાં થયો ચોમાસાનો પ્રારંભ, દેશવાસીઓને હવે કાળઝાળ ગરમીમાંથી મળશે રાહત

દેશના આ વિસ્તારમાં થયો ચોમાસાનો પ્રારંભ, દેશવાસીઓને હવે કાળઝાળ ગરમીમાંથી મળશે રાહત

કાળઝાળ ગરમીમાં શેકાતા સમગ્ર દેશવાસીઓ જેની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા તે ઘડી આખરે આવી પહોંચી છે. કેરળમાં મેઘરાજાની પધરામણી સાથે જ દેશભરમાં ચોમાસાનો વિધિવત્ત પ્રારંભ થયો છે. જો કે ચાલુ વર્ષે ચોમાસુ એક અઠવાડિયું મોડું શરૂ થયું છે. જેના કારણે દેશના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ સરેરાશ એક અઠવાડિયું મોડો આવશે. ભારતીય હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ચાલુ વર્ષે ચોમાસું એક અઠવાડિયું મોડું શરૂ થયું છે. સામાન્ય રીતે દર વર્ષે 1 જૂનની આસપાસ કેરળમાં ચોમાસું શરૂ થઇ જતું હોય છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પૂર્વ અરબ સાગરમાં લો પ્રેશર બની રહ્યું છે. આથી કેરળમાં આગામી 3 થી 4 દિવસમાં સરેરાશથી લઇને ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે કેરળના પાટનગર તિરુવનંતપુરમ સહિત 4 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. કેરળના ત્રિશુર, એર્નાકુલમ, મલપ્પુરમ અને કોઝિકોડમાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઇ છે. સાથે જ ત્રિપુરામાં પણ ટૂંક સમયમાં ચોમાસું દસ્તક દેશે.

ચાલુ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તોડતા દેશવાસીઓ જાણે કે અગનભઠ્ઠીમાં શેકાઇ રહ્યા છે. ત્યારે ચોમાસું શરૂ થવાથી દેશવાસીઓને હવે કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળશે. દેશનો મોટા ભાગનો વિસ્તાર સિંચાઇ માટે વરસાદ પર જ આધારિત છે. પશ્ચિમ અને દક્ષિણ ભારતના મોટા ભાગના જળાશયોમાં પાણીનું સ્તર ઘણું જ નીચે પહોંચ્યું છે. ભારતના તમામ ગામડાઓમાં સિંચાઇ અને ખેતીનો આધાર ફક્ત ચોમાસા પર જ રહેતો હોય છે. ત્યારે કેરળમાં મેઘરાજાના આગમન બાદ તમામ ખેડૂતો અને પ્રજાજનોને સારા વરસાદની આશા છે.

READ ALSO

Related posts

વેસ્ટઇન્ડીઝમાં ન ચાલ્યા આ 4 ખેલાડીઓ તો, કાયમ માટે કપાઇ જશે પત્તુ

NIsha Patel

જિયો લોન્ચ કરશે નવો પ્રોજેક્ટ, વપરાશકર્તાને થશે અનેક ફાયદા

Dharika Jansari

મુંબઈમાં ભારે વરસાદના કારણે લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનને અસર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!