આ એક સંયોગ કે પૂર્વજન્મનો સંબંધ છે કે પાલતુ વાંદરે તેના પાલક વૃદ્ધ શિક્ષકના મૃત્યુ પછી પોતાનો જીવ આપ્યો. આ ઘટના ફતેહપુર જિલ્લાના કિશનપુર શહેરના પાખરતર વિસ્તારની છે. પરિવારે બન્નેના મૃતદેહ એક ચિતા ઉપર મુકી અંતિમ સંસ્કાર કર્યો હતો. વૃદ્ધ શિક્ષક શિવરાજસિંહ (૭૫) નું બિમારીના કારણે બુધવારે સાંજે અવસાન થયું હતું. ઘરમાં પરિવારના સભ્યોની રોવાનો અવાજ સાંભળી પાલતુ વાંદરો પણ ડેડબોડી પાસે પહોંચ્યો હતો અને ડેડબોડી પાસે બેઠો હતો ત્યારે તેનું મોત નીપજ્યું હતું. શિક્ષક અને વાંદરાના મૃતદેહ એક ચિતા ઉપર મુકી પરિવારે અંતિમ સંસ્કાર કર્યો હતો.

મૃતક શિક્ષકના ભત્રીજા દેવપાલે જણાવ્યું હતું કે તેના કાકાએ આ વાનરને ઉછેર્યો હતો. તેને કોઈ સંતાન ન હતું, તેથી તે વાંદરાને પુત્રની જેમ પ્યાર કરતા હતા. પરંતુ થોડા વર્ષો પહેલા બિમારીના કારણે વાંદરાની સંભાળ રાખવામાં સક્ષમ ન હોવાને કારણે તે ત્રણ વર્ષ પહેલા ખાગા નગર છોડી ગયા હતા.વાંદરો દસ દિવસ પહેલા તેમની પાસે પાછો ફર્યો.

બુધવારે સાંજે કાકાના મોતથી આખો પરિવાર શોકગ્રસ્ત હતો, તે દરમિયાન વાંદરો પણ છત પરથી નીચે આવ્યો અને તેની ડેડબોડી પાસે બેસી ગયો અને થોડા જ સમયમાં તેનું મોત નીપજ્યું. તેમણે જણાવ્યું કે કાકાના ડેડબોડી માટે બનાવવામાં આવેલી ચિતામાં વાંદરાની ડેડબોડીને પણ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. હવે તેના તેરમાની વિધી પણ કાકાની તેરમાની વિધી સાથે કરવામાં આવશે.
READ ALSO
- મોટા સમાચાર / કચ્છની પલારા જેલમાં સર્ચ ઓપરેશન દરમિયાન 6 મોબાઈલ ફોન મળી આવ્યાં, રાજ્યભરની જેલોમાં તપાસ ચાલુ
- આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા
- ગુજરાતની જેલોમાં દરોડા / પોલીસ નિયમાવલીમાં નિયમિત વિઝીટ અને ચેકીંગના આદેશ, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શા માટે આપવા પડ્યાં આદેશ?
- ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો
- WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો