GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

અનામત મામલે મોદી સરકારનો મોટો નિર્ણય, હાલના ક્વોટામાં કરશે આ ફેરફાર

સામાન્ય વર્ગના ગરીબોને 10 ટકા અનામત આપવાનો માર્ગ મોકળો થયો છે. ત્યારે આર્થિક રીતે પછાત સવર્ણ યુવાનોને તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલુ વર્ષથી જ અનામત લાગુ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત માટે સંસદના આગામી બજેટ સત્રમાં નવું બિલ લાવી શકે છે.

કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે આગામી સત્ર એટલે કે જુલાઇ-2019થી તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં સામાન્ય વર્ગને 10 ટકા અનામતનો લાભ મળી શકશે. આ માટે બેઠકોમાં અંદાજે 25 ટકાનો વધારો કરવામાં આવશે. એચઆરડી મંત્રાલય, યુજીસી અને એઆઇસીટીઇના અધિકારીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જાવડેકરે કહ્યું કે એસસી, એસટી અને અન્ય કેટેગરીમાં હાલના ક્વોટામાં ફેરફાર ન થાય તે માટે 25 ટકા બેઠકો વધારવામાં આવશે. દેશભરમાં અંદાજે 40 હજાર કોલેજ અને 900 યુનિવર્સિટીઓ છે. જેમાં અભ્યાસ કરતા લાખો વિદ્યાર્થીઓને ચાલુ વર્ષના નવા સત્રથી જ અનામતનો લાભ મળી શકશે.

Read Also

Related posts

વાવાઝોડાની અસર: મુંબઈનો સમુદ્ર તોફાની બન્યો, દરિયાકિનારે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ

pratik shah

અમેરીકા થયું વધુ સખ્ત, ચીનથી આવનારા યાત્રી વિમાનો પર લગાવ્યો સંપૂર્ણ પ્રતિબંધ

pratik shah

મોદી સરકારની સૌથી મોટી કૂટનીતીક જીત, યુદ્ધનાં ઉન્માદમાં ચઢેલા ચીને LOC પરથી 2 કિમી કરી પીછે હટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!