આ પાંચ એપ્લિકેશનને મોદી સરકાર બંધ કરશે! અશ્લીલતા ફેલાવતી હોવાનો દાવો, એક તો તમારામાં હશે જ

સોશિયલ મીડિયા પર દિવસે અને દિવસે વધુ વિડિયો અપલોડ થાય છે. બાળકોથી લઈને યુવાનો એમ બધા મોબાઇલ એપ્સનો ઉપયોગ કરીને એકથી વધારે એપ્લિકેશન્સ બનાવે પણ છે. જો કે આ એપ્સના કેટલીક સાઈડ ફેક્ટ્સ પણ છે, જેના દ્વારા બાળકોમાં અશ્લીલતા થોપાઈ રહી છે. આ દિવસો ભારતમાં TikTok, Kwai, LiveMe, LIKE, Helo, Welike જેવી એપ્સ ખુબ પ્રખ્યાત છે અને આ જ એપ્સ બાળકોમાં અને યુવાનોમાં અશ્લીલતા દાખવે છે.

સાથે સાથે આ એપ્લિકેશનનાં કારણે લોકોની હેલ્થ અને પર્સનલ લાઇફ પર પણ અસર પડે છે. હવે આ એપ્સમાં જે અશ્લીલતા હતી એ મોદી સરકાર સુધી પહોંચી ગઈ છે. અને માનવામાં આવે છે કે આ એપ્સ પર મોટી કાર્યવાહી પણ થઈ શકે છે.

ભાજપના સાંસદ રાજીવ ચંદ્રશેખરએ TikTok, Kwai, LiveMe, LIKE, Helo, Welike જેવી એપ પર બૅન લગાવવાની માગણી કરી છે. તેમણે આઈ.ટી. મિનિસ્ટર રવિશંકર પ્રસાદ માટે આ કિસ્સામાં એક પત્ર પણ લખ્યો છે. તેમણે લખ્યું છે કે આ એપ્લિકેશનને ભારતમાં બંધ કરવી જોઈએ, કારણ કે તેનાથી બાળકોનું ભવિષ્ય ખરાબ થઈ રહ્યું છે.

આ એપ્લિકેશન્સ પર અશ્લીલ વિડિયો બતાવવામાં આવી રહ્યાં છે. ચંદ્રશેખર અનુસાર ભારતમાં 44.4 ટકા બાળકો છે અને આ એપ્લિકેશન તેમના ભવિષ્ય માટે જોખમ છે, પરંતુ આઇટી મંત્રાલયનું આ દિશામાં ધ્યાન નથી. એક અહેવાલ મુજબ વર્ષ 2017માં ભારતમાં 2.4 મિલિયન ઑનલાઇન બાળ સેક્સ્યુઅલની ફરિયાદો નોંધાયેલી છે.

આ એપ્લિકેશન પર લોકો સહેલાઈથી નાના-નાના વિડિઓ બનાવે છે અને તેમાં ગીતો ઉમેરે છે. ઘણી એપ્લિકેશન્સ છે કે જેમાં બાળકો કોઈ પણ વિડિયોમાં એનો અવાજ ઉમેરીને ગાળો પણ રેકોર્ડ કરે છે. ફક્ત ટિકટોકને જ ભારતમાં 2 લાખ મંથલી સક્રિય લોકો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter