GSTV
Home » News » ઓ બાપ રે, 1 લાખ કરોડ ભેગા કરવા નફો કરતી દેશની જાયન્ટ કંપનીએ વેચી મારશે મોદી સરકાર

ઓ બાપ રે, 1 લાખ કરોડ ભેગા કરવા નફો કરતી દેશની જાયન્ટ કંપનીએ વેચી મારશે મોદી સરકાર

નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંકેત આપ્યા છે કે, સરકારી કંપનીઓ એર ઈન્ડિયા અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનનું વિનિવેશ ટૂંક સમયમાં શરૂ કરશે. એર ઈન્ડિયાની હાલત તો નબળી છે એટલે તેમાં સરકારને કોઈ ખાસ ફાયદો નહીં થાય. પણ નફામાં ચાલી રહેલી ભારત પેટ્રોલિયનો ભાગ વેચીને સરકારને લગભગ 60 હજાર કરોડ રૂપિયાની મસમોટી રકમ મળી શકે છે. વિત્ત મંત્રીએ શનિવારે કહ્યું કે, બંને કંપનીઓનું વિનિવેશ માર્ચ 2020 સુધીમાં પૂરું કરી લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સરકારે ચાલું નાણાકિય વર્ષમાં વિનિવેશથી 1.05 લાખ કરોડ રૂપિયા હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યો છે. તો બીપીસીએલની ભાગેદારી વેચવાથી તેના એકલાથી આ લક્ષ્યનો લગભગ 60 ટકા હિસ્સો સરકાર હાંસલ કરી શકશે. બીજી તરફ, એર ઈન્ડિયાની હાલત ખરાબ છે અને તેને કોઈ ખરીદદાર મળી રહ્યા નથી. તેમાં સરકારની 100 ટકા ભાગેદારી છે. અને સરકાર કોઈપણ પ્રકારે તેનો ખરીદદાર હાંસલ કરી તેમાં પોતાની ભાગેદારી વેચવા ઈચ્છે છે.

સરકારે ગત વર્ષે પણ એર ઈન્ડિયાની ભાગેદારી વેચવાનો પ્રયાસ કર્યો હતો. પણ ખરીદદાર ન મળવાને કારણે આ પ્રોસેસને ટાળવામાં આવી હતી. એર ઈન્ડિયા પર લગભગ 58 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. આ ઉપરાંત શિપિંગ કોર્પ ઓફ ઈન્ડિયા. THDC ઈન્ડિયા લિમિટેડ અને નોર્થ ઈસ્ટર્ન ઈલેક્ટ્રિક પાવર કોર્પ લિમિટેડમાં પણ સરકાર પોતાની ભાગેદારી વેચવાની તૈયારી કરી રહી છે. કંટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં 30 ટકા ભાગેદારી વેચવાની પણ સરકારની યોજના છે.

Read Also

Related posts

કંટાળ્યા હોય નોકરીથી તો, બહુ ઓછા પૈસામાં શરૂ કરો પોતાનો બિઝનેસ, થશે અઢળક કમાણી

NIsha Patel

ખુશખબર! ટૂંક સમયમાં વધી જશે તમારી સેલરી, સરકાર EPFOના નિયમોમાં કરશે આ મોટા ફેરફાર

Bansari

Vivo V17 ભારતમાં થશે આજે લોન્ચ, તેના દમદાર ફીચર્સ અને કિંમત જાણી થશો ખુશખુશાલ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!