GSTV
Home » News » મોદી સરકારે UAPA કાયદા હેઠળ આ ત્રણને આતંકી જાહેર કર્યા, અમેરિકાએ પણ કર્યા વખાણ

મોદી સરકારે UAPA કાયદા હેઠળ આ ત્રણને આતંકી જાહેર કર્યા, અમેરિકાએ પણ કર્યા વખાણ

મોદી સરકારે યુએપીએ કાયદા હેઠળ આતંકી મૌલાના મસૂદ અઝહર, દાઉદ ઈબ્રાહિમ અને હાફિઝ સઈદને આતંકવાદી જાહેર કર્યા છે. ભારતના આ પગલાના વખાણ અમેરિકાએ કર્યા છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના કાર્યકારી ઉપમંત્રી એલિસ વેલ્સે જણાવ્યુ હતુ કે, અમેરિકા ભારત સાથે ઉભુ છે. અને નવા કાયાદા પ્રમાણે જે આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી તેના અમેરિકા વખાણ પણ કરે છે.

અમેરિકાની આ પ્રકારની પ્રતિક્રિયા ત્યારે સામે આવી જ્યારે બુધવારે ભારતે આતંકી મસૂદ અઝહર, દાઉદ ઈબ્રાહિમ અને હાફિઝ સઈદ વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરી. જૈશ એ મહમદના વડા મસૂદ અઝહર પર ભારતમાં પાંચ જેટલા આતંકવાદી હુમલાને અંજામ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ચાલુ વર્ષે મસૂદને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. જે બાદ ભારતે આતંકવાદીઓ વિરૂદ્ધ ગાળિયો કસ્યો છે.

READ ALSO

Related posts

ભારતમાં રવિવારે દિવાળી પણ યુએસમાં ઉજવણી શરૂ થઈ ગઈ, ટ્રમ્પ આ દિવસે મનાવશે દિવાળી

Nilesh Jethva

શરીરે ભરાવદાર એક્ટ્રેસેસને પસંદ કરે છે અક્ષય કુમાર, એટલે જ એની ફિલ્મોમાં હોય છે આ હિરોઈનો

Dharika Jansari

ધડક ગર્લ જાહ્નવી જિમમાં સાથે લઈ જાય છે લાખો રૂપિયાનું પર્સ, તમે પણ જુઓ કેવું છે…

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!