GSTV

મોદી સરકાર આ પાકના ખેડૂતોને ન અપાવી શકી ભાવ, 20 ટકા ઘટ્યા હજુ 10 ટકા ઘટશે

પ્રધાનમંત્રી

ચણાના ભાવમાં આગામી સમયમાં વધુ 10 ટકાનો ઘટાડો આવવાની આશંકા છે. તેના બજાર ભાવ પહેલાંથી જ લઘુત્તમ ટેકાના ભાવ (MSP)થી 18થી 20 ટકા જેટલા નીચે 4875 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોલાઇ રહ્યા છે. દાળ પ્રોસેસર નીતિન કાલાંત્રીએ કહ્યું કે, ચણામાં મોટા સોદાથી બચવું જોઇએ, કારણ કે તેની આવક વધારે થઇ રહી છે, જ્યારે માંગ અત્યંત ઓછી છે. અન્ય વેપારીનું કહેવું છે કે, સતત બીજા વર્ષે બમ્પર ઉત્પાદન, પીળા વટાણાની વધુ આયાત અને સરકારની પાસે જંગી બફર સ્ટોક હોવાથી ચણાની સપ્લાય મજબૂત બની રહી છે. તેનાથી ચણાના બજાર ભાવમાં ઘટાડો થયો છે.

ચણાનો ભાવ શું છે ?

વર્તમાનમાં વિવિધ પ્રકારના ચણાનો જથ્થો ભાવ 3900-4000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોલાઇ રહ્યો છે. વર્ષ 2019-20ના રવી માર્કેટિંગ સિઝનની માટે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત 4,875 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના લઘુત્તમ ટેકાના ભાવની તુલનાએ ચણાનો જથ્થાબંધ ભાવ વિવિધ રાજ્યોમાં 3,900થી 4,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોલાઇ રહ્યો છે. ચણા દાળના ભાવ 48-50 રૂપિયા પ્રતિ કિગ્રા છે. વેપારીઓને અપેક્ષા છે કે તેના ભાવ હજી 3થી 4 રૂપિયા પ્રતિ કિગ્રા સુધી ઘટી શકે છે.

કઠોળનું વાવેતર 11 ટકા વધારે

ચાલુ વર્ષે હવામાન સાનુકુળ રહેવાથી ખેડૂતોએ રવી સિઝનમાં કઠોળનું વાવેતર વધાર્યું છે. ચણાનો વાવેતર વિસ્તાર વધીને 107.2 લાખ હેક્ટરે પહોંચી ગયો છે. કઠોળનું વાવેતર પાછલા વર્ષના 96.2 લાખ હેક્ટરની તુલનાએ 11 ટકા વધારે છે. ખેડૂતોને પોષણક્ષણ ભાવ મળવાથી ભારતમાં પાછલા 13 વર્ષોમાં ચણાનું ઉત્પાદન લગભગ બમણું થઇ ગયું છે. વર્ષ 2019-20માં ચણાનું ઉત્પાદન વધીને 1 કરોડ 12 લાખ ટન રહેવાની સંભાવના છે.

READ ALSO

Related posts

Corona પીડિતોની મદદે વિશ્વનાથ આનંદ સહિત આ 6 ચેસ ખેલાડીઓ, ફંડ એકઠું કરવા માટે રમશે ચેરિટી ચેસ ટુર્નામેન્ટ

Bansari

કોરોના : RBIના પૂર્વ ગવર્નર અને જાણીતા આંકડા શાસ્ત્રી રઘુરામ રાજને ભારતને આપી આ ચેતવણી

pratik shah

કોરોના: યુએસ પ્રમુખ ટ્રંપે ધમકી ભર્યા સૂરમાં જણાવ્યું, જો ભારત દવાનો સપ્લાય ના કરતું તો કરારો જવાબ મળ્યો હોત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!