GSTV
Home » News » દેશના ગૃહમંત્રી કોણ છે એ પણ નથી ખબર રૂપાણી સરકારના આ મંત્રીને, નીતિન ભાઈને બનાવી દીધા નંબર 2

દેશના ગૃહમંત્રી કોણ છે એ પણ નથી ખબર રૂપાણી સરકારના આ મંત્રીને, નીતિન ભાઈને બનાવી દીધા નંબર 2

આજે દિવસભર ગુજરાતમાં રૂપાણી સરકારના 2 મંત્રીઓએ વાળેલા છબરડાઓની જ ચર્ચા ચાલી છે. ખરેખર હવે ગુજરાતના મંત્રીઓની આ સ્થિતિ જોઈને સરકારને પણ શરમ આવતી હશે. પંચમહાલમાં જિલ્લાકક્ષાની સ્વાતંત્રય દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા રાજ્યસરકારના પ્રધાન બચુભાઈ ખાબડની જીભ લપસી હતી. રાજ્ય કક્ષાના ગૃહનિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધન પ્રધાન બચુભાઈ ખાબડે તિરંગો લહેરાવ્યો હતો. જ્યાં તેમણે પ્રજાજોગ સંબોધન સમયે ભાંગરો વાટ્યો હતો. આર્ટિકલ 370 ને આર્ટિકલ 170 ગણાવ્યો હતો અને નીતિન પટેલને પટેલને દેશના ગૃહપ્રધાન પણ ગણાવ્યા હતા. આવો જે એક છબરડો વાસણ આંહિરના કાર્યક્રમમાં થયો છે. નીતિન પટેલને મોદી બાદ નંબર ટુનું પોઝિશન એક તબક્કે આ મંત્રીએ આપી દીધું હતું. અત્રે ઉલ્લેખવું ઘટે કે આ લોકસભાની ચૂંટણીમાં ભાજપમાંથી નીતિનભાઈને મહેસાણા સીટ પરથી સાંસદ બનાવવાની પહેલ કરાઈ હતી. જેને નીતિનભાઈએ ભારે આદરપૂર્વક ઠુકરાવી દીધી હતી.

રૂપાણી સરકારના મંત્રી હતા હાજર

ભાજપના કદાવર નેતા અને હાલમાં એઇમ્સમાં સારવાર લઇ રહેલા અરૂણ જેટલીને કચ્છમાં ગુજરાતના પ્રધાનની હાજરીમાં શ્રદ્ધાંજલિ આપી દેવાઈ અને બે મીનિટનું મૌન પણ પાળી દેવાયું. હજુ અરૂણ જેટલીના મોતનું કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી તે પહેલાં ગુજરાતમાં આ મોટો છબરડો બહાર આવ્યો છે. માહીતિ ખાતાની પ્રેસનોટ કેવી રીતે બહાર પડી એ પણ ચોકાવનારા સવાલો છે. પ્રેસનોટમાં પણ કાર્યક્રમના અંતે મંચસ્થ મહાનુભાવો અને ખેડૂત ભાઈ-બહેનોએ પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીના દુખદ અવસાન બદલ ઉભા રહીને બે મીનિટ મૌન પાળી શ્રદ્ધાંસુમન અર્પણ કર્યા હોવાનો ઉલ્લેખ છે. રૂપાણી સરકારના મંત્રીની હાજરીમાં છબરડો બહાર આવ્યો છે. વાસણ આહીર હાલમાં રાજ્યના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી છે. આ કાર્યક્રમમાં માંડવી તાલુકા ભાજપ મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના ભાજપના અગ્રણી નેતાઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા.

વાસણ આહિરની ઉપસ્થિતિમાં કાર્યક્રમ

કચ્છ જિલ્લાના માંડવીમાં યોજાયેલા પાક પરિસંવાદ કાર્યક્રમમાં રાજ્ય સરકારના પ્રધાન વાસણ આહિરની ઉપસ્તિથિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્રના પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીને શ્રદ્ધાંજલી આપી મૌન પાળવામાં આવ્યું હતું. કાર્યક્રમ માંડવી તાલુકાના બિદડા ગામમાં યોજાયો હતો. કૃષિમેળામાં આ ગંભીર બેદરકારી સામે આવી છે. ચોંકાવનારી વાત એ છે કે આ કાર્યક્રમમાં માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. માહિતી ખાતાએ પણ પોતાની યાદીમાં ભાંગરો વાટ્યો હતો.

Related posts

રાજ્યમાં મગફળીની પુન: ખરીદ પ્રક્રિયા શરૂ કરાઈ, 26 જિલ્લાના 105 તાલુકામાંથી ખેડૂતોએ ટેકાના ભાવે કર્યું વેચાણ

pratik shah

ગાંધીનગરમાં સીએમ ડે.સીએમની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક, પાક નુક્સાનના સર્વેનો રિપોર્ટ કરાયો રજૂ

pratik shah

કાલાવાડ મામલતદારે પાકવીમા આવેદનપત્રનો અસ્વીકાર કરતાં, કોંગી ધારાસભ્યો કાર્યકર્તાઓ ઉપવાસ પર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!