રૂપાણી સરકારના મંત્રીએ ગામમાં મંદિર બનાવવા 8 કરોડની ગ્રાન્ટ આપી દીધી, મામલો પહોંચ્યો હાઈકોર્ટ

રાજ્યના કેબિનેટ પ્રધાન ગણપત વસાવા સામે પોતાના ગામમાં મંદિર બનાવવા સરકારી તિજોરીમાંથી આઠ કરોડ ફાળવ્યાનો આરોપ લાગ્યો છે. ગુજરાત આદિવાસી હિતરક્ષક સમિતિએ એડવોકેટ જગતસિંહ વસાવા દ્વારા રીટ કરી છે કે ગણપત વસાવાએ માત્ર ત્રણ હજારની વસ્તી ધરાવતા પોતાના વાડી ગામે ભાથીજી મંદિર તેમજ રામજી મંદિરમાં આઠ કરોડની ગ્રાન્ટ આપી દીધી છે.

બંધારણીય આર્ટિકલ 266 અને 282 મુજબ સરકારી નાણાંનો ઉપયોગ ધાર્મિક હેતુ માટે થઇ શકે નહિ. મંદિર બનાવવા જે-તે ગ્રામસભામાંથી ઠરાવ પણ લેવો પડે. પરંતુ ઠરાવ કર્યા વિના ફાળવાયેલી ગ્રાન્ટ રદ કરવા હાઇકોર્ટમાં દાદ માંગવામાં આવી છે. ચીફ જસ્ટિસની ખંડપીઠે પ્રવાસન વિભાગને પણ નોટિસ આપી આગામી સુનાવણી વીસમી ફેબ્રુઆરીએ યોજી છે.

તેમ છતા વસાવાએ નિયમ મુજબ ગ્રાન્ટ ફાળવ્યાનો દાવો કર્યો. તેમણે આ આક્ષેપોને કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યા. ઉલ્લેખનીય છે કે એડવોકેટ જગતસિંહ વસાવા થોડા દિવસ અગાઉ કોંગ્રેસમાં જોડાયા છે. તેઓ ગણપત વસાવાના રાજકીય હરીફ છે. અને અગાઉ ત્રણ વખત વસાવા સામે ચૂંટણી હારી ચૂક્યા છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter