સામાન્ય કેટેગરીના ઉમેદવારોની મહત્તમ વયમર્યાદા 32થી ઘટાડીને 27 વર્ષ કરવાની હિમાયત કરાઇ

નીતિ પંચે ન્યૂ ઈન્ડિયા માટે એક વ્યાપક રાષ્ટ્રીય રણનીતિ તૈયાર કરી છે. જેમાં સિવિલ સર્વિસિસની પરીક્ષાથી લઈને પ્રાથમિક શિક્ષણમાં પણ ઘણાં ફેરફારની હિમાયત કરવામાં આવી છે. તેની સાથે જ નીતિ પંચે સિવિલ સર્વિસિસની પરીક્ષામાં પરીક્ષાર્થીઓ માટે મહત્તમ વયમર્યાદાને નિર્ધારીત કરવાના મામલે પણ ભલામણ કરી છે.

નીતિ પંચનું કહેવું છે કે સિવિલ સર્વિસિસની પરીક્ષાઓમાં ભાગ લેનારા સામાન્ય કેટેગરીના ઉમેદવારોની હાલની મહત્તમ વયમર્યાદાને 32થી ઘટાડીને 27 વર્ષ કરવી જોઈએ. તેની સાથે નીતિ પંચે તેને 2022-23 સુધીમાં લાગુ કરવાની પણ ભલામણ કરી છે. નીતિ પંચનો રિપોર્ટ સ્ટ્રેટર્જી ફોર ન્યૂ ઈન્ડિયા એટ-75માં સૂચન કર્યું છે કે તમામ સિવિલ સર્વિસિસ માટે માત્ર એક જ પરીક્ષા હોવી જોઈએ.

નીતિ પંચે કહ્યું છે કે કેન્દ્રીય અને રાજ્ય સ્તરની હાલની 60થી વધારે અલગ-અલગ સિવિલ સર્વિસિસને ઘટાડવાની જરૂરત છે. તેની સાથે ભરતીઓ સેન્ટ્રલ ટેલેન્ટ પુલના આધારે થવી જોઈએ. તો તમામ રાજ્યોએ પણ કેન્દ્રના આધારે જ પ્રક્રિયા પપુરી કરવી જોઈએ. નીતિ પંચે સૂચન કર્યું છે કે સરકારના ઉચ્ચપદો પર વિશેષજ્ઞોના સામેલ થવાથી ગુણવત્તા પ્રદાન થશે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉદેશ્ય એ છે કે અધિકારીઓને તેમના શિક્ષણ અને સ્કિલના આધારે વિશેષજ્ઞ બનાવવામાં આવે. જ્યાં પણ જરૂરી હોય ત્યાં લાંબા સમય માટે અધિકારીઓને તેમની નિપુણતાના આધારે પોસ્ટિંગ આપવામાં આવે.

નીતિ પંચે કહ્યું છે કે વિશેષપણે તૈયાર કરવામાં આવેલી એક એપ્ટિટ્યૂડ ટેસ્ટ નવમા ધોરણમાં ફરજિયાત બનાવવામાં આવે અને તેની દશમા ધોરણમાં ફરીથી તપાસ કરવામાં આવે. તેના આધારે સ્ટૂડન્ટ્સને નિયમિત ટ્રેક વિરુદ્ધ એડવાન્સ ટ્રેકનો વિકલ્પ પસંદ કરવા દેવામાં આવશે. આ બંને ટ્રેક કઠિનતા અને વિષયોની પસંદગીના મામલામાં એકબીજાથી અલગ હશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter