GSTV

પતંગ રસિકો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે વરસાદ અને પવન માટે કરી આ આગાહી

Last Updated on January 13, 2020 by Karan

  • પતંગ રસિકો માટે રાહતના સમાચાર
  • આવતી કાલે વરસાદની કોઈ આગાહી નહી
  • ૧૫થી ૨૦ કિલોમીટરની ઝડપે ફુકાશે પવન

પતંગ રસિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવતી આવતીકાલથી વરસાદની કોઈ આગાહી નથી. અને 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે અને 14 જાન્યુઆરીથી લઇ 16 જાન્યુઆરી સુધી ઠંડીનું પ્રમાણ વધશે. જ્યારે 17 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી સુધી ઠંડી થી લોકોને રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં વરસાદની આગાહી છે. જેમા રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ રહશે. આ ઉપરાંત બનાસકાંઠા,પાટણ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા સહિતના વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

20 કિલોમીટરની ઝડપથી ફૂંકાશે પવન

રાજ્યમાં ક્યાંક ધુમ્મસ તો ક્યાંક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે અમદાવાદ સહિત વડોદરા, સુરત અને રાજકોટના પતંગ બજારના વેપારીઓ પણ ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે. ગ્રાહકો પણ આ વર્ષે મોંઘવારીની સાથે વાતાવરણમાં પણ પલટો આવતા અને વરસાદની આગાહી થતાં દર વર્ષની જેમ આ વર્ષે પતંગની ખરીદીમાં પણ ઢીલા પડ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પતંગના ભાવમાં 25 ટકા અને દોરીના ભાવમાં 20 ટકાનો વધારો થયો છે. પતંગ અને દોરીના ભાવમાં ‌વધારો થયો હોવાથી દોરી ઘસવાના ભાવમાં વધારો થયો નથી. રંગીલા રાજકોટીયનો મકરસંક્રાંતિની ઉજવણી માટે આગલા દિવસે આખી રાત ખરીદી કરતા હોય છે. શહેરની સૌથી મોટી પતંગબજાર સદરમાં હૈયે હૈયું દળાય તેટલી ભીડ જોવા મળે છે.

મહત્વનું છે કે આજે ગુજરાતનાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતો સહિત પતંગ રસિકો પણ ચિંતામાં મુકાયા હતા. ગત્ત મધરાત્રે પડેલા વરસાદના કારણે શિયાળુ પાકને તો અસર પડી જ છે. ઉપરથી જીરૂ, વરીયાળી જેવા પાકને નુકસાન પણ પહોંચ્યું છે. બીજી તરફ વરસાદના કારણે પતંગ રસિકોમાં પણ ચિંતાના વાદળો ઘેરાયા હતા. પણ હવે હવામાન વિભાગે વાતાવરણ શુદ્ધ અને પવન યોગ્ય હોવાનું કહેતા પતંગ રસિકોમાં ઉતરાયણની મઝા હવે બેવડાય ગઈ છે. વડોદરમાં હરણી રોડ, રાવપુરા રોડ, વાઘોડિયા રોડ, દિવાળીપુરા, રેસકોર્ષ સર્કલ, કારેલીબાગ મુક્તાનંદ ચાર રસ્તા, તરસાલી, માંજલપુર, ગોત્રી, સુભાનપુરા સહિતના વિસ્તારોમાં પતંગ બજારો શરૂ થઇ ગયા છે. વડોદરા શહેરમાં ઉતરાયણ નિમિત્તે અંદાજ પ્રમાણે રૂ.15થી રૂ.20 કરોડની પતંગો વેચાય છે.

READ ALSO

Related posts

Health Tips/ ઘી સ્વાથ્ય માટે ખુબ જ ફાયદાકારક! પરંતુ શું તમને ખબર છે વધુ માત્રામાં ઘી ખાવાના ઘેરફાયદા, જાણો…

Damini Patel

આને ભુવો કહેવો કે કુવો: રાજધાની દિલ્હીમાં રસ્તા પર એટલો મોટો ખાડો પડ્યો કે લોકો જોઈને ડરી ગયા, રસ્તો કર્યો બ્લોક

Pravin Makwana

આ બેટ્સમેને 6 બોલમાં 34 રન સાથે ડેબ્યુ મેચમાં ઠોકી દીધી હતી સદી, પછી ક્યારેય પાર નથી કરી શક્યો 29 રનનો આંકડો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!